________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જાવ. ] શ્રેણિકરાજા રામવા આભૂષણે અને વસ્ત્રો ધારણ કરતા. નમોએ અભૂર્જી નાખવામાં આવતા, અને તે ગૃહવાપિકામાં નાખવામાં આવતા. શ્રેણિક રાજાને પરિવાર સહિત પિતાને ત્યાં જમવાને ભદ્રાશેઠાણીએ વિજ્ઞપ્તિ કરી. તેણીના દાક્ષિણ્યથી તેમનું આમંત્રણ સ્વીકાર્યું. સ્નાન ગૃહમાં તેલ, જળ અને સુગંધી ચૂર્ણ વડે રાજાને સેવકોએ સ્નાન કરાવ્યું. તે વખતે તેમની આંગલીમાંથી એક મુદ્રિકા ગૃહ વાપિકામાં પડી ગઈ. ભદ્રાની આજ્ઞાથી વાપિકાનું જળ દ સીએ બીજી તરફ કાઢી નાખ્યું. તેમ કરતાં વાપિકામાં દિવ્ય આ ભરણેની મધ્યમાં, પિતાની ફીકી દેખાતી મુદ્રા જોઈ રાજા વિસ્મય પામી ગયા. રાજાના પુછવાથી નિસ્તેજ આભૂષણેની હકીકત દાસીએ જણાવી. તે સાંભળી રાજાએ વિચાર્યું કે, આ શેઠનેજ ધન્ય છે. તેમજ મને પણ ધન્ય છે કે, મહારા રાજ્યમાં આવા ધનાઢય પુરૂષે વસે છે. અહે પુણ્યની ગતિ અનિર્વચનીય છે. સ્વામી સેવ. કના પુન્યમાં કેટલો અંતર છે. પોત પોતાના વિચિત્ર અધ્યવસાયની પ્રબળતાથી કરેલી ધર્મકરણના વિચિત્ર કળ મળે છે, એવી શ્રી જિનેશ્વર ભગવંતની વાણી સત્ય છે
ત્યાર પછી પિતાની મુદ્રિકા ગ્રહણ કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી, તેમના એગ્ય તૈયાર કરી રાખેલા ઉત્તમ આસનવાળા રમણીય ભેજન મંડપમાં, ઉત્તમ આસન ઉપર રાજા બીરાજ્યા,
હુંશિયાર રસોઈયાઓએ વિવિધ પ્રકારની બનાવેલી નવીન નવીન જાતની દિવ્ય રસવતી પરિવાર સહિત રાજાને ભદ્રામાતાએ પીરસાવી. રાજદિ સર્વે તે ઉત્તમ નવીન પ્રકારની સંસ્કારિત વિવિધ રચનાવાળી રઇ આસ્વાદતાં હૃદયમાં બહુ વિસ્મિત થયા, અને “આશુ?” એમ રસોઈયાને પુછવા લાગ્યા. સર્વે જમીને સભાસ્થાનમાં આવ્યા. પછી રત્ન જડેલી સુવર્ણની રકાબીમાં પાંચ સુગંધીવાળા તાંબુલના બીડા લાવી અને સભાજનેને આવ્યા. તે પછી દિવ્ય અત્તરાદિકથી તેમને છાંટણું કરીને, વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભરણે વડે સર્વેને સત્કાર કરવામાં આવ્યું. વળી
For Private and Personal Use Only