________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] પ્રભુ અને ગોશાળાનો સંવાદ.
૫૮૩ તે અહંત શીવાય બીજાની ઉપર તેમ કરવા સમર્થ છે, અને અનાર્ય બુદ્ધિથી અહંતને સંતાપ માત્ર કરી શકે છે, માટે આનંદ! તું જઈ ગૌતમ વિગેરે સર્વ મુનિને આ ખબર કહે, કે જેથી તેવી પ્રેરણા કરવાથી તારું હિત થાય. કેમકે ધર્મના વિદને પણ આપણને પીડે છે.” પ્રભુએ આનંદને કહ્યું.
આનંદે સર્વ મુનિ પાસે જઈ તે પ્રમાણે કહ્યું. તેવામાં ગોશાળે પ્રભુની પાસે આવ્યું અને પ્રભુને કહ્યું કે, “અરે કાશ્યપ ! તું આ ગશાળે મંખલિ પુત્ર છે, અને મારે શિષ્ય છે, ઈત્યાદિ જે કે પાસે બેસે છે, તે તારું ભાષણ મિથ્યા છે, કેમકે તારે જે શિષ્ય ગશાળ હતું, તે સુકુળકુળનો હતે તે તે ધર્મધ્યાનથી મૃત્યુ પામીને દેવગતિમાં ઉપ્તન થયેલ છે. તેનું શરીર ઉપસર્ગો અને પરિસહે સહન કરી શકે એવું છે, એમ મને લાગવાથી મારૂં શરીર છેડી દઈને હું તેમાં પેઠો છું. મારૂ મમ ઉદાયનામે મુનિ છે. તેથી મને જાણ્યા વગર મારા અવર્ણવાદ તું કેમ બેલે છે? તું કાંઇ મારે ગુરૂ નથી.”
પ્રભુએ તેને સમજાવી કહ્યું કે, “અરે ગશાળા ! જેમ કે અલ્પબુદ્ધિવાળે ચેર આ રક્ષક પુરૂષની દ્રષ્ટિએ પડે ત્યારે કોઈ ખાડાનું, કે બીજા કેઈ તેવા પ્રકારનું છુપાવવાનું સાધન નહી મળવાથી, તે ઉન, શણ, રૂ કે ઘાસથી પોતાના શરીરને ઢાંકી પોતાની જાતને ગુમ થએલી માને તેમ તું પણ “હું ગોશાળ નથી ” એવું બેલી તારી જાતને ઢાંકવા માગે છે. પણ તું શા માટે અસત્ય બોલે છે? અરે ! તું પાપથી કેમ ડરતે નથી? તું તારા આત્માને મલીન શા માટે કરે છે? તું તેજ છે. બીજો નથી.”
પ્રભુના આ પ્રકારના જવાબથી ગોશાળાને ઘણે ક્રોધ ચઢ અને ક્રોધાવેશમાં પ્રભુના સામે જોઈને કહ્યું કે, “અરે કાશ્યપ ! આજે તું ભ્રષ્ટ થઈ જઈશ, નષ્ટ થઈ જઈશ, નાશ પામી જઈશ.”
પ્રભુના શિષ્ય સર્વાનુભૂતિ મુનિ પ્રભુના નજીક બેઠેલા હતા. પ્રભુ ઉપરના રાગ અને ભક્તિભાવના લીધે, ગે શાળાના ઉપલા
For Private and Personal Use Only