________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૫ આ બે ચકવાત વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી અને એકવીસમા તીર્થંકર નેમિનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૧૧ અગીઆરમાં શ્રી જય નામના ચક્રવર્તી શ્રી નમિનાથ અને બાવીસમા તીર્થકર શ્રી નેમનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૧૨ બારમા શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તી શ્રી નેમનાથ ભગવંત અને તેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતર સમયમાં થયા છે.
આ બાર ચકવર્તીઓ પૈકી ત્રીજા શ્રી મધવા અને ચોથા શ્રી સનકુમાર ચક્રવતી ષટખંડ સામ્રાજ્યને ત્યાગ કરી ચારિત્ર અંગી કાર કરી ત્રીજા દેવલોકમાં ગયા છે.
આઠમા શ્રી શુભમ ચક્રવર્તી અને બારમા શ્રી બ્રહ્મદત્ત ચકવતી જીંદગી પર્યત રાજ્યમાં આશક્ત રહી રીદ્રધ્યાનના પ્રતાપે સાતમી નારકીમાં ઉત્પન્ન થયા છે.
બાકીના આઠ ચક્રવર્તીએ ચકવર્તીની અદ્ધિને ત્યાગ કરી સંયમ ગ્રહણ કરી શુદ્ધ રીતે પાલી કેવળજ્ઞાનાદિ આત્મિક અદ્ધિ સામ્રાજ્ય પ્રાપ્ત કરી સિદ્ધિ પદને પામી અજરામર અને અવિચલ સુખના જોક્તા બન્યા છે.
For Private and Personal Use Only