________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પહેલા મહાવ્રતની પાંચ ભાવના.
૩૧૧
ત્યાં પહેલી ભાવના એકે મુનિએ ઈર્યાસમિતિ સહિત થઈ વર્તવું, પણ રહિત થઈ ન વર્તવું. કારણકે કેવળજ્ઞાની એ કહે છે કે ઈયસમિતિ રહિત હોય તે મુનિ પ્રાણદિકને ઘાત વિગેરે કરતે રહે છે. માટે નિગ્રંથે ઈર્ષા સમિતિથી વર્તવું એ પહેલી ભાવાના. (૧૦૩૧)
બીજી ભાવના એકે નિગ્રંથ મુનિએ મને ઓળખવું, એટલે કે જે મન પાપ ભરેલુ, સદોષ, (ભૂવ) ક્રિયા સહિત, કર્મ બંધકારી, છેદ કરનાર, ભેદ કરનાર,કલકારક, પ્રઢષ ભરેલું, પરિતપ્ત, તથા જીવ-ભૂતનું ઉપઘાતક હોય, તેવા મનને નહિ ધારવું. એમ મને જાણીને પાપ રહિત મન ધારવું એ બીજી ભાવના. (૧૦૩૨) - ત્રીજી ભાવના એકે નિગ્રંથ વચન ઓળખવું, એટલે કે જે વચન પાપ ભરેલું, સદેષ, (ભેડી) ક્રિયાવાલું, યાવત્ ભૂતપઘાતક હોય–તેવું વચન નહિં ઉચરવું. એમ વચન જાણને પાપ રહિત વચન ઉચ્ચરવું. એ ત્રીજી ભાવના (૧૦૩૩)
ચેથી ભાવના એ કે નિગ્રંથે ભડપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણ રહિત પણે ન વર્તવું કેમકે કેવળી કહે છે કે, આદાનભાંડનિક્ષેપણા સમિતિ–રહિત નિગ્રંથ પ્રાણદિકને ઘાત વિગેરે કરતો રહે છે. માટે નિગ્રંથ સમિતિ સહિત થઈ વર્તવુ એ ચોથી ભાવના. (૧૦૩૪)
પાંચમી ભાવના એ કે નિગ્રંથે આહાર પાણી જોઈને વાપરવું, વગર એ ન વાપરવાં, કેમ કે કેવળી કહે છે કે, વગર જે આહાર પાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકને ઘાત વિગેરે કરે, માટે નિગ્રંથે આહારપાણી જોઇને વાપરવા; નહિ કે વગર જોઈને એ પાંચમી ભાવના. (૧૦૩૫)
એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે કાયાએ પર્શિત, પાલિત, પાર પાડેલું, કીર્તિત, અવસ્થીતિ અને આજ્ઞા પ્રમાણે આરા ધિત થાય છે. (૧૯૩૬)
For Private and Personal Use Only