________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાદ સ્વરૂપ. વહન કર્યા પછી, પાછળથી તે ફેંકી દે, એટલે વ્રતને ભંગ કર તેને પેલા ભારે વાહકની માફક પશ્ચાતાપ થશે.”
- “હે ગૌતમ ! તું સંસાર સમુદ્ર તરી ગયો છું. હવે કાંઠે આવીને શા માટે અટકી બેસે છે? ત્વરાથી ભવપાર ઉતરી: અને કદિ પ્રમાદ કરીશ નહિં. ”
“ક્ષપક શ્રેણીને વિષે સંયમથી ઉત્તરોત્તર ચઢીને અને તું લેખાતે આવેલા સિદ્ધને વિષે જઈશ. એ સર્વોત્તમ મુકિત ક્ષેમ કલ્યાણની કરણહાર અને ઉપદ્રવ રહિત છે. માટે હે ગૌતમ! કદિ પ્રમાદ કરીશ નહિ.”
બુદ્ધ અને નિવૃત્ત સાધુસંયમ તત્વને બરાબર જાણ થકે ગામ અને નગ વિષે વિચરે છે, અને ભવ્ય સ્નેને શાતિ માર્ગને ઉપદેશ કરે છે. માટે હે ગૌતમ! કદિ પ્રમાદ કરીશ નહિ.”
આ પ્રમાણે ભગવતે શ્રી ગતમગણધરને સાંત્વન આપી, સમય માત્ર પ્રમાદ નહિ કરવા અને મુક્તિ માર્ગનું આરાધન કરવા ઉપદેશ આપે છે. - ગણધર મહારાજ તે ચાર જ્ઞાનના ધરવાવાળા અને વિપુળસોની હતા, તેથી તેમને પ્રસાદની વ્યાખ્યા સમજાવવાની જરૂર નહતી. પ્રમાદનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, તે તેઓ સ્વયં પિતે જાણતા હતા. ફકત આયુષ્યના એક સમયમાં પણ પ્રમાદ કરવાથી આત્મહિતને નુકશાન થાય છે, તે તેમના ગાલ ઉપર લાવવા, અને વિસ્તારથી જીવની નિગોદમાંથી નિકળ્યા પછી મનુષ્ય ભવની કેટલી દૂર્લભતા છે, અને જીવને ઉગે આાવવામાં કેટલો કાળ ગએલો હોય છે, તે તેમના ખ્યાલ ઉપર લાવવા ભગવતે ઉપદેશ આપે છે. એ અને તે કાળ ગયા પછી દુર્લભ મનુષ્યને અવતાર પ્રાપ્ત કર્યા પછી, કેવી રીતે સંસારમાંથી બહાર નિકળી જવું, તે ભગવંતે બુડેલું કમળ પાણીથી બહાર નિકળી ગયા પછી, પાછું પાણીમાં ડુબતું નથી એ દ્રષ્ટાંતથી બતાવ્યું છે. ઉંચી હદે ચઢેલે માણસ પાછા પ્રમાદથી કંટાળી જઈ ઉત્તમ વતેને ત્યાગ કરે,
*
= 1
For Private and Personal Use Only