________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ]
અભ્યાસી યાગીઓની પ્રવૃત્તિ.
૪૪૫
ઉત્તમ પ્રકારના શીળથી તેમનું શરીર સુગ'ધિત હોવાથી, તેઓને કસ્તુરી, માલતી, અને શ્વેત ચંદના વિગેરે સુગધિપદાથી હર્ષ થતા નથી. તેઓને તે ઉત્તમ પ્રકારના શીળાદિ ગુણેાની સુગંધથીજ હષ થાય છે, અને તેના ઉપયેગમાંજ તે આનદી રહે છે. તેઓને ચિરકાલે પણ વિભાવદશા રૂપી વાયુની અસર થતી નથી. તેએ શીળ રૂપી સુગંધને તને ખીજા વિષયામાં પ્રીતિ રાખતા નથી. અધ્યાત્મ રૂપી અમૃતનું પાન કરનારા સત્પુરૂષોને બીજા મધુર રસેા કંઇ અસર કરતા નથી, કે તેની પ્રાપ્તિની તેમને ઇચ્છા થતી નથી; તેમનું મન સદા જ્ઞાનમય વૈરાગ્ય ભાવમાંજ સ્થિર રહે છે. આવા વિરક્ત ચિત્તવાળા જ્ઞાનીઓને, આ લેાકના વિષયે (વિષય સુખ ) માં હું તે નથી. તેઓ પરમા( નન્નુના રસને પામેલા હૈાવાથી, પરલેાકના ( દેવતાદિના ) સુખમાં પણ સ્પૃહા રાખતા નથી વિરકત ચિત્તવાળાઓને વિપુલમતિ વિગેરે લબ્ધિએ પ્રાપ્ત થએલી હાય છે, તેપણ તેથી તેમને મદ થતા નથી, કે પેાતાના સુખના માટે તેના ઉપયેાગ કરવાની તેમને ઇચ્છા થતી નથી, એટલુ જ નહી પણ આવા વિરકત ચિત્તવાળા પુરૂષના હૃદયમાં મેક્ષ મેળવવાના પણ લેાલ હા। નથી. તેઓનુ શુભ ક્રિયાઅનુષ્ઠાન અસંગાનુષ્ઠાનના ખલવડેજ થઈ જાય છે; અર્થાત તેમનુ શુભ અનુષ્ઠાન અસગપણાને પામે છે. તેવા પુરૂષની અવસ્થાજ સહજાનંદના તર’ગેાથી રગીત અનેલી રહે છે.
'
આ પ્રમાણે ભગવાન પાસેથી તત્વસ્વરૂપ સાંભળી, લેપશ્રેષ્ટિ બંધ પામ્યા. પુનઃ તેમના પુછવાથી ભગવંતે જણાવ્યુ કે “ હું શ્રેષ્ટિ ! કેટલાક ઉત્તમ જીવા પૂર્વ ભવથી પુણ્ય લેઇને આવે છે, અને આ ભવમાં પણુ પુણ્ય ઉપાર્જન કરે છે. તેઓ ભરતચકી, માÈ બળી, અભયકુમાર વિગેરેની જેમ પરલેાકમાં અવિનાશી ( મેક્ષ ) સુખને પામે છે.
“ કેટલાક જીવા પૂર્વભવથી પુણ્ય લઈ આવે છે, પશુ આ ભવમાં પુણ્ય કર્યા વિનાજ કાણિક વિગેરેની જેમ ખાલી પાછા જાય છે. ”
For Private and Personal Use Only