________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૫ છોડતા ન હતે. કાતક માસની પૂર્ણિમાએ ગોશાળે હૃદયમાં ચિંતવ્યું કે, “આ મેટા જ્ઞાની છે, એમ સાંભળું છું. આજે હું તેમના જ્ઞાનની પરિક્ષા કરૂં.” પછી તેણે પુછયું, “હે વામી ! આજે પ્રત્યેક ગૃહને વિષે વાર્ષિક મહોત્સવ થાય છે, તે મને આજે ભિક્ષામાં શું મળશે તે કહે.” પ્રભુ તો મૌન હતા, પણ પ્રભુની સેવામાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે જવાબ દીધું કે, “હે ભદ્ર! ખોટું થઈ ગએલું કદ્રવ અને કુરતું ધાન્ય અને દક્ષણામાં એક ખોટો રૂપીએ મળશે ” તે સાંભળી ગોશાળે દિવસના પ્રારંભથી ઉત્તમ ભેજન માટે ઘેર ઘેર ભમવા લાગ્યા, તથાપિ તેને કોઈ પણ ઠેકાણેથી કાંઈ પણ મળ્યું નહી. જ્યારે સાયંકાળ થયો, ત્યારે કેઈ સેવક તેને પિતાને ઘેર લઈ ગયે, અને ખાટા થઈ ગયેલ કેદરા અને કુર આપ્યાં. અતિ સુધાને લીધે તે તેવું અન્ન પણ ખાઈ ગયું. પછી તેને દક્ષણામાં એક રૂપી આપે. તે ખોટો નિકળે. તેથી તેણે વિચાર કર્યો કે, “જે ભાવિ હોય છે તેજ થાય છે.” એવા નિયતિવાદને તેણે ગ્રહણ કર્યો.
દીક્ષા લીધા પછી આ બીજું ચોમાસુનાલંદાપાડામાં નિગમન કરી, ત્યાંથી નીકળીને પ્રભુ કેલ્લાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બાહુળ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને ઘેર પ્રભુ ભિક્ષાને અર્થે આવ્યા. તેણે શ્રદ્ધાથી ઘી સાકર સહિત ખીર વહેરાવી. પ્રભુએ ચેથા માસક્ષમણનું પારણું કર્યું. દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુ તે પ્રદેશમાં કંઈક સ્થળે કાત્સગે રહ્યા. ગશાળે શોધ કરતે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાને રહેલા હતા, ત્યાં આવ્યું. તેણે મસ્તકને મુંડાવી નાખ્યું હતું, અને વસ્ત્રાદિને ત્યાગ કરી દીધો હતો. તે પ્રભુને પ્રણામ કરીને બે કે “હે પ્રભુ! પૂર્વે હું દિક્ષાને યોગ્ય ન હતું. હવે આ વસ્ત્રાદિને સંગ છેડી દેવાથી ખરેખર નિઃસંગ થયો છું, માટે મને શિષ્ય તરીકે કબુલ કરે અને તમે મારા ચાવજ જીવ ગુરૂ થાઓ. તમારા વિના હું ક્ષણવાર પણ રહી શકતું નથી. તેના આવાં વચન સાંભળી, જોકે પ્રભુ વીતરાગ હતા, તે પણ દયાળુ પ્રભુએ તેના ઉદ્ધાર માટે તેનું વચન સ્વીકાર્યું,
For Private and Personal Use Only