________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] શ્રાવક કર્તવ્ય
પિ૨૫ કરે છે. વળી તે સુશ્રાવક ધર્મશાસ્ત્ર ભણે છે. તે જિનભાષિત ધમાને અર્થથી શ્રવણ કરે છે, અને ભણેલાને અર્થથી વિચાર કરે છે, તથા અજ્ઞાની જનેને પોતાની બુદ્ધિ પ્રમાણે બધા પમાડે છે.
૫ શીલ અને અણુવ્રતેને નિયમ જેને દ્રઢ હોય, વળી પૌષધ અવશ્ય કરવાલાયક સામાયિક વિગેરે છ આવશ્યકને વિષે જે અતિચાર રહિત હોય, તથા જે મધ, મદિરા, માંસ, અને વડુ ઉંબર, વિગેરે પાંચ પ્રકારના વૃક્ષના જીવવાળા ફળે તથા બહુબીજવાળા ફળ વિગેરેથી નિવૃત્તિ પામેલે હય, એટલે અભયાદિકના ત્યાગવાળે હોય, તે શ્રાવક કહેવાય છે.
૬ પંદર પ્રકારના કામદાન પૈકી કોઈ પણ પ્રકારના અધર્મ કમથી આજીવિકા કરતા ન હોય, તથા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાં નિરંતર ઉદ્યમાન હયવળી જેને ધન ધાન્ય વિગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ કરેલું હોય, અને જે કઈ આરંભાદિકમાં પ્રવૃત્તિ કરે તે પણ શંકિત થઈને કરે, અને કયી પછી પણ આલેયણ લઈને તે દોષથી શુદ્ધ થાય, તે શ્રાવક કહેવાય.
૭ શ્રી જિનેશ્વરની દીક્ષા, કેવળજ્ઞાન, નિણ અને જન્મભૂમિ રૂ૫ સ્થાનેને વંદના કરે છે, અને બીજા ઘણા ગુણ હૈય, ઘણી જાતનાં દ્રવ્યાદિકની પ્રાપ્તિનાં સાધન હોય, છતાં પણ સાધુજનના વિહાર રહિત દેશમાં વસે નહીં.
૮ બૌદ્ધ, તાપસ, વિગેરે પરતીથિકને વંદન ન કરવું, ઉદ્દભવન એટલે બીજાની પાસે તેના ગુણની પ્રસંશા ન કરવી, તેમના દેવની સ્તુતિ ન કરવી, તેમના ઉપર ભક્તિ રાગ ન કરે, તેમને સત્કાર ન કર, તેઓનું સન્માન ન કરવું, તેઓને સુપાત્રની બુદ્ધિએ કાન ન આપવું, તથા તેમને વિનય ન કરે. .
૧ શ્રી જિનેશ્વરના શાસનને વિષે અનુકંપાદાનને નિષેધ નથી, એટલે અનુકંપા–દયાની બુદ્ધિથી ગમે તેવા યાચકને આપવાની આજ્ઞા છે, સુપાત્રને સુપાત્રની બુદ્ધિથી દાન આપવું; સુપાત્ર શીવાયનાને દાન આપતી વખતે અનુકંપા-દયાની બુદ્ધિથી આપવાની આજ્ઞા છે
For Private and Personal Use Only