________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ કઈ વાત છે.
આ માટે
સાલ-મહાસાલ વિગેરને કેવળજ્ઞાન.
૬૧૫ બધને જ્ઞાન કહે છે. શબ્દનયની અપેક્ષાએ સમ્યદર્શન પૂર્વક યથાર્થ વસ્તુ સ્વરૂપના ધરૂપ લક્ષણવાળું, કારણ તથા કાર્યની અપેક્ષાવાળું, પિતાને તથા પરને પ્રકાશ કરનારૂં, અને સ્વાદુવાદથી યુકત, જે જ્ઞાન તેને જ્ઞાન જાણવું. સમભિરૂઢનયની અપેક્ષાએ જ્ઞાનવાચી સમગ્ર વચન પર્યાયોની શકિતની પ્રવૃત્તિરૂપ જ્ઞાન જાણવું અને અર્વભૂતનયની અપેક્ષાએ કેવળજ્ઞાનને જ્ઞાન કહે છે.
સભ્ય રત્નત્રયના ઉપાદેય લક્ષણવાળું પરમજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે. સમુદ્ર વિના ઉપન્ન થયેલા અમૃત રૂપ, ઔષધ વિના ઉપન્ન થયેલા જરા મરણને નાશ કરનાર રસાયણરૂપ, અને સન્યાદિક અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષા રહિત શર્ક ચક્રીપણાના ઐશ્વર્યરૂપ એવું જ્ઞાન છે. એવું તત્વજ્ઞાન એજ મનુષ્યને તારનાર અને પરંપરા મોક્ષના કારણ રૂપ છે. માટે ભવ્ય પ્રાણુઓએ જ્ઞાનને સમગ પ્રકારે આદર કર જોઈએ. જ્ઞાનાનંદ એ પુદ્ગલીક આનંદ કરતાં અનંત ઘણે શ્રેષ્ઠ આનંદ છે. પુદ્ગલીક આનંદ કર્મબંધના હેતુરૂપ છે, ત્યારે જ્ઞાનાનંદ કર્મ નિજેરાના હેતુ રૂપ છે. ” ઈત્યાદિ દેશના સાંભળીને ગાંગિલરાજા વૈરાગ્ય પાપે. તૂર્ત પિતાના પુત્રને રાજ્ય સેપી માતાપિતા સહિત મોટા ઉત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પછી સાલ, મહાસાલ અને ગાંગિલ વિગેરેને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી શ્રી જિનેશ્વર પાસે જવા માટે ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં સાલ મહાસાલ વિચાર કરવા કરવા લાગ્યા કે, “આ મારી બેન, બનેવી, અને ભાણેજને ધન્ય છે, કે જેઓએ આપણને પ્રથમ રાજ્ય લક્ષમી આપી, અને હમણાં મહાનંદ સુખને પમાડનારૂં ચારિત્ર અપાવ્યું.” આવી રીતે પાંચે જણા લોકોત્તર ધ્યાનમાં મગ્ન થઈ, ક્ષપકશ્રેણિપર આરૂઢ થઈને, કેવળજ્ઞાન પામ્યા. તેઓ શ્રી વીર પ્રભુ પાસે આવ્યા. પ્રભુના કહેવાથી તેઓને કેવળજ્ઞાન ઉત્પન થયાની ગણધર મહારાજને ખબર પડી ત્યારે તેઓ ચિંતવવા લાગ્યા કે,” શું મને કેવળ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય? શું હું આ ભવમાં સિદ્ધિપદ પ્રાપ્ત નહીં
For Private and Personal Use Only