________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશીગણધર અને ગૌતમસ્વામી. સવરૂપવિચારીને અને જ્યેષ્ઠ કુળનું માન સાચવીને,ગણધર મહારાજ પિતાના શિષ્યવૃજ સહિત, તિજુક ઉદ્યાનમાં જ્યાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં આવ્યા. ગતમસ્વામીને આવતા જોઈને કેશીકુમાર શ્રમણે તેમનું યોગ્ય સન્માન કર્યું. તેઓને બેસવા માટે પાંચ પ્રકારનું બીજ રહિત પલાલ (ઘાસ) અને દર્ભનું આસન હાજર કર્યું..
આ બને સમર્થ જ્ઞાનીએ જ્યાં ભેગાં મળ્યા, તે વખતે તે સ્થાન ચંદ્ર અને સૂર્યના સરખી કાનિતથી શોભવા લાગ્યું. ત્યાં હજારો
કે પણ તેઓની મુલાકાતને પ્રસંગ જેવાને માટે આવ્યા હતા. તેમાં તત્વાભિલાષી માણસે તેમજ પાખંડ લક અને દેવદાનવ ગાંધર્વાદિ પણ હતા. સમર્થ પુરૂષનું મલવું થાય તે વખતે એવી રીતે લેક સમુદાય જેવા ભેગા મલે એ સ્વાભાવિક છે. એ બને એક બીજાનું કેવી રીતે માન સાચવી શંકા અને સમાધાન કરે છે, તે અનુકરણીય છે. દરેક પ્રશ્ન પુછનાર શ્રમણ શરામણ કેશકુમાર છે, અને સમાધાન કરનાર ભગવંત શ્રતમ ગણધર મહારાજ છે.
“હે પવિત્ર પુરૂષ! હું આપને કાંઈક પૂછવા ઈચછું છું.” “હે મહાભાગ! યથા રૂચી પ્રશ્ન કરે.” ગૌતમસ્વામીની આજ્ઞા મળવાથી કેશીકુમાર પ્રશ્ન પુછો.
મહામુનિશ્રી પાર્શ્વનાથ ભગવતે ઉપદેશેલા ધર્મમાં ચાર મહાવ્રતને સ્વીકાર કરે છે. જ્યારે શ્રી વીર ભગવાને પંચ મહા બતને ઉપદેશ કરે છે. બંને એકજ કાર્યને વિષે ઉદ્યમાન
તાં, આ મતભેદ શાથી ઉત્પન્ન થયે હશે ? - હે મેધાવિન ! આ બે પ્રકારને ધર્મ–મતભેદ-જોઇને આપના મનમાં કેઈ સંદેહ નથી ઉપજતે?” - ગૌતમ સ્વામી-“બુદ્ધિવડે ધર્મનું રહસ્ય પારખી શકાય છે, અને બુદ્ધિવડેજ છાદિતત્વને નિશ્ચય કરી શકાય છે. પ્રથમ તીર્થંકરના સમયના મનુષ્યો સરળ પ્રકૃતિના અને જડ બુદ્ધિના હતા. વર્તમાન ભગવંત મહાવીરના સમયના છ વક અને જડબુદ્ધિના છે; અને એ બેની વચ્ચેના મનુષ્ય સરળ અને
For Private and Personal Use Only