________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કરવું છે? આ ધનવાન શેઠે મને આપત્તિમાં મદદગાર થઈ પુત્રીતુલ્ય મારૂ પાલન કર્યું છે. ખરેખર એ મહારા પાલન પિતા છે. એમને મહારા ઉપર જે ઉપકાર થયે છે, તેને બદલે વારવાની મહારામાં શક્તિ નથી. આદ્રવ્યની પ્રાપ્તિમાં અને પ્રભુને દાન દઈ મહારા આત્માનો ઉદ્ધાર કરવામાં એ પિતાજીજ નિમિત્ત કારણ છે, માટે આ દ્રવ્ય તેમને આપવાને માટે મહારી ઈચ્છા છે.”
ઈદ્રિ અને રાજાની આજ્ઞાથી તે દ્રવ્ય ધનાવહ શેઠે ગ્રહણ કર્યું. ઈદ્રમહારાજે ફરી રાજાને કહ્યું કે, “હે શતાનિક રાજા ! આ બાળા ચરમદેહી છે, અને લેગ તૃષ્ણાથી વિમૂખ છે. શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાન થશે, ત્યારે તે પ્રભુની તે પ્રથમ શિષ્યા થશે. માટે પ્રભુને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી તમારે તેનું પાલન અને રક્ષણ કવું.” એ પ્રમાણે ભલામણ કરી ઇંદ્ર દેવલોકમાં ગયા. ચંદનાને રાજા પિતાના અંતઃપુરમાં લઈ ગયા ત્યાં એ બાળા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાની રાહ જોતી, પ્રભુનું ધ્યાન કરતી દિવસ નિગ. મન કરતી હતી.
મૂલા શેઠાણીને શેઠે પિતાના ઘેરથી કાઢી મુકી. તે દુધ્ધન કરતી મરણ પામીને નરકે ગઈ છે.
પ્રભુને અભિચહ પૂર્ણ થવાની સાથે ચંદનબાળાની પૂર્વ સ્થીતિને સંબંધ અહીં પુરે થાય છે. ઉત્તર ભાગમાં પ્રભુને કેવળજ્ઞાન થયા પછી તે પ્રભુની સાધવી થશે, અને અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અખંડ આત્માનંદ અવ્યાબાધ સ્થીતિ પ્રાપ્ત કરશે તે આગળ આપણે પ્રસંગે જાણશું. અહિં એટલું ધ્યાનમાં રાખવાનું કે, મહાપુરૂષ અને ધર્મિપુરૂષ ઉપર અશુભકર્મના ઉદયથી વખતે આફત આવે, અથવા આત્મિક સાધન કરતાં પરાકાષ્ટા દુખ પડે; તે સર્વ પણ સમભાવથી સહન કરવાથી તેમના માટે તે હિત કત નિવડે છે. ચંદનબાળાના ઉપર આવેલી આફત, તીર્થકર જેવા ઉત્તમત્તમ પાત્રને દાન દેવાને નિમિત્ત કારણ રૂપ થાય છે.
For Private and Personal Use Only