________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
ક૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ રાજાને તે, વિશેષ રીતે વિવિધ દેશોમાં બનેલા ઉત્તમ વસ્ત્રોરોથી ખીચોખીચ ભરેલા આભરણે અને અનેક દિવ્ય રત્નોએ ભરેલા થાળેની ભેટ કરી. વળી ઉત્તમ અશ્વો, રથે વિગેરેનું ભેટછું. કર્યું. એલચી લવીંગ જાયફળ વિગેરે સ્વાદિમ પદાર્થો તથા દ્રાક્ષ, અડ, બદામ વિગેરે સ્વાદિમ પદાર્થોના તથા દ્રાક્ષ, અખાડ, બદામ, પિસ્તાં વિગેરે ખાદિમ પદાર્થોના થાળ ભરાવીને રાજાને ભેટશું કર્યું. રાજાને ઘણે સંતોષ થયો. રાજાએ પ્રસન્ન ચિત્તથી ભદ્રા શેઠાણીને જણાવ્યું કે, “હે ભદ્ર! તમારા વૈભવશાળી પુત્રનું બહુ ચનથી રક્ષણ કરજે. મારા જેવું કામ હોય તે જરૂર મને કહેવરાવો. તમારા કુટુંબ સાથે મહારે સેવ્ય સેવકને સંબંધ છે, એમ મનમાં જરા પણ લાવશે નહી. આખું રાજ્ય તમારૂં જ છે, તેમ ગણજે. શાલિભદ્ર તે મારા દેશ, નગર અને રાજ્યનું મંડન (આભૂષણ) છે. તેથી તે મને પ્રાણુથી અધિક વ્હાલા છે. ઈત્યાદિ બહુમાનના શો શેઠાણુને કહીને રાજા સ્વસ્થાનકે ગયા.
રાજા તે ગયા, પણ શાલિભદ્ર શેઠના મનમાં વૈરાગ્ય ભાવ ઉદય પામે તેઓ ઉદાસ મનથી વિચારતાજ હતા કે, “મેં પૂર્વ જન્મમાં પુરૂં સુકૃત કર્યું નથી. શ્રી જિનેશ્વરની આજ્ઞા પૂર્ણ ભાવથી આરાધી નથી; તેથી જ આભવમાં વિષમિશ્રિત મિષ્ટાનની જેમ પરાધીનપણું સહિત સુખ પ્રાપ્ત થયું છે. પરંતત્રતા સહિત જે સુખ તે દુખ તુલ્ય જ છે. મેં તે પૂર્વે મુકિતના સ્થાન રૂપ શ્રી જિનેશ્વર વગર બીજા કેઈને સ્વામી તરીકે જાણ્યા નહેતા તે આજે જાણ્યા. આવું પરાધીન રીતનું જીવવું તે નિરર્થક છે; તેથી હવે હું મારા આત્માને સ્વાધિન કરીને, સ્વાધિન મુખની સિદ્ધિ માટે પ્રયત્ન આદરૂં.”
આ પ્રમાણે શેઠ ભાવના ભાવે છે, તેવામાં તેમણે દેવદુંદુભિને નાદ સાંભળે. તે સાંભળી સેવકથી તપાસ કરાવી કે, એ શું છે ? તેએાએ તપાસ કરી જણાવ્યું કે, “સ્વામિનું ભવ્ય ! જીના
For Private and Personal Use Only