________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]. પરિસહનું વર્ણન.
૧૮૫ રજને કઠીન મેલ બંધાઈ જાય, તે ઘણે મેલ ઉષ્ણુકાળના તાપના સંયોગે પરસેવાથી ભીજાઈને દુધે ગંધાય તે પણ તે દુધને દૂર કરવા સારૂ સ્નાનાદિકની ઈચછા કરે નહિ. વળી એ થકી જ્યારે હું મુક્ત થઈશ ? એવું ચિંતવન પણ કરે નહિ; તેને મલ પરિસહ કહે છે.
૧૯ સત્કાર પરિસહ–સાધુને કઈ સ્તવન, નમન, ચરણ સ્પર્શ કરે, સન્મુખ જાય, તેમને દેખી ઉભા થાય, આસન આપે, અશનાદિક દાન દે, અથવા મોટા કોઈ રાજા નિમંત્રણાદિ કરે, ઇત્યાદિ રીતે તેમને સત્કાર થાય તે પણ મનમાં ઉત્કર્ષ લાવે નહિં કે અભિમાન કરે નહિ; અથવા સત્કાર ન થવાથી મનમાં વિષાદ પણ કરે નહિ. તેને સત્કાર પરિસહ કહે છે.
૨૦ પ્રજ્ઞા પરિસહ-પુકત સત્કારના કારણથી કે બુદ્ધિની બાહુલ્યતાના લીધે; ગર્વ કરે નહિ તેના અભાવે ખેદપણ ન કરે આને પ્રજ્ઞા પરિસહ કહે છે. કેઈ પ્રજ્ઞાવંત સાધુ, ઘણું શ્રતને જાણ હોય, તે એવા વિચાર કરે કે “મે ભવાંત્તરમાં રૂદ્ધ રીતે જ્ઞાના રાધન કર્યું છે, માટે સમસ્ત મનુષ્યમાં જ્ઞાનવાન છું, અને સર્વના પ્રશ્નના ઉતર હું આપી શકું છું, ”પરંતુ ગર્વ ન કરે, પ્રજ્ઞાના અભાવે મનમાં ઉદ્વેગ પણ ન કરે, હું મુર્ખ છું, હું કાંઈ પણ જાણતું નથી, સર્વને પરાભવનું સ્થાનક છું, અરે હું જીવાદિક પદાર્થના નામ પણ જાણતું નથી, એવી દીનતા મનમાં નહીં કરે, પણ પૂર્વકૃત કર્મનું સ્વરૂપ ચિંતવી જ્ઞાનાભ્યાસ કરવામાં ઉદ્યમ કરે તે તેમને આ પરિસહ પીડા આપે નહિ.
૨૧ અજ્ઞાન પરિસહ-વસ્તુ તત્વનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જણાય છે.–તેને જે અભાવ તે અજ્ઞાન-પરિસહ છે. કેઈ સાધુ મનમાં એવું ચિંતવે નહિ કે “મે અગ્રતીપણું ત્યાગી વતીપણું અંગીકાર કર્યું છે તે પણ હું કંઈ જાણતું નથી. તેમ હું તપસ્યાદિક કરૂં છું, તથા સાધુને કરવા લાયક ક્રિયા પણ કરૂં છું, પણ હું
For Private and Personal Use Only