________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, છે પ્રકરણ ૧૭ છેવટે આપ પ્રભુના શરણથી મારે બચાવ થયેલ છે. જે પૂર્વ ભવે આપનું શરણ લીધું હોત તે હું અમૃતંદ્રપણું કે અહમિંદ્રપણું પ્રાપ્ત કરત. પણ હે નાથ ! મારે ઈદ્રપણાની હવે શી જરૂર છે ? કેમકે હમણાં તે ત્રણ જગતના પતિ એવા આપ મને નાથ પણે પ્રાપ્ત થયા છે. તેથી મને બધું પ્રાપ્ત થયું છે.”
આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તવના કરી, તે પિતાની ચમચંચા નગરીએ ગયે. ત્યાં પિતાની સભામાં સામાનિક દેવેએ પિતાને અટકાવે, છતાં પોતે ગયે અને અપમાન અને કષ્ટ પ્રાપ્ત થયું, અને પ્રભુના શરણના મહિમાથી પિતાને બચાવ થયે એ વૃત્તાંત લજ્જા યુકત પણે જણાવીને કહ્યું કે, “આપણે બધા પ્રભુને વંદન કરવા સાથે જઈએ,” એ પ્રમાણે કહી તે ચમક ફરી પિતાના સર્વ પરિવાર સાથે પ્રભુની પાસે આવ્યું અને પ્રભુને નમી સંગીત કરીને પાછે પિતાની નગરીએ ગયે. પ્રાત:કાળે પ્રતિમા પારીને અનુક્રમે વિહાર કરતા, ભેગપુર,
નંદી, મેઢક વિગેરે ગામે થઈને કૌશાંબી ચમત્કારિક અને નગરીએ પ્રભુ પધાર્યા. આ નગરીને રાજા - ભિગ્રહ શતાનીક નામે હતો. તેમને મૃગાવતી નામે
રાણું હતી, જે ચેટક રાજાની પુત્રી થતી હતી. તે સદા તીર્થકરના ચરણની પૂજામાં એકનિષ્ટા વાળી પરમ શ્રાવિકા હતી. શતાનીક રાજાને સુગુપ્ત નામે મંત્રી હતું, જેને નંદા નામે સ્ત્રી હતી. તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તેજ નગરમાં ધનાવહ નામે એક ધાર્મિક વૃત્તિવાળા શેઠ રહેતું હતું. તે ઘણે ધનાઢય હતું. તેને મૂલાનામે પત્ની હતી. અહીં વીર પ્રભુ પધાર્યા તે વખતે પૌષ માસની કૃષ્ણ પ્રતિપદા હતી. હજુ પિતાને કર્મ ખપાવવાના ઘણું છે એમ જાણું પ્રભુએ તે દિવસે આ પ્રમાણેને બહુજ અશકય અભિગ્રહ ધારણ કર્યો કે
૧ “ દ્રવ્યથી સુપડાના ખુણામાં રહેલા બાકુલા; ક્ષેત્રથી એક પગ ફેહલીની અંદર હોય તથા એક પગ બહાર હોય એવી સ્ત્રી,
For Private and Personal Use Only