________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
શ્રી મહાવીરસવામિ ચરિત્ર, [ પ્રકરણ ૨૫ “હે આ! આરહંત, આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની આશાતના કરવાથી હું અનંતકાળ સંસારમાં ભટક્યો છું. માટે તેવી રીતે તમારે કરવું નહી; મેં તે અજ્ઞાનપણાથી મહામુખતા કરી હતી. અરે! ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને ત્રિલોકના સમસ્ત પદાર્થ સમૂહને જેનારા અને અનંત ગુણયુકત, એવા શ્રી મહાવીર તીર્થકર ગુરૂ તરીકે મળ્યા છતાં, મેં મનમાં કાંઈ પણ શુભ ધ્યાન કર્યું નહી. તે જગત ગુરૂએ અનેક ભવ્યજીના બને પ્રકારની દરિદ્રતાને નાશ કર્યો, પણ હું નિર્ભાગ્યશેખર કઈ પણ ગ્રહણ કરી શક્યો નહીં. તે પણ એ ક્ષમાસાગરે મારે વિષે થલ અધ્યવસાયને અવકાશ આપે છે. તેના પ્રભાવથી જ હું આ ભવમાં પણ ચારિત્ર અને કેવળજ્ઞાન પામી શક છું.” એ પ્રમાણે પિતાનું ચરિત્ર કહીને અનેક ભવ્યજીને આપ્તધર્મમાં રસિક કરશે. પ્રાંતે અનશન ગ્રહણ કરીને ગોશાળાને જીવ અનંત સુખના સ્થાનરૂપ એક્ષપદને પામશે.
શાળે ભવ્ય અને મોક્ષગામી જીવ હતું. તેને સાક્ષાત તીર્થકર ભગવાન જેવા પવિત્ર, મહાનું સમર્થ જ્ઞાની અને ચારિત્ર વાન, મહાપુરૂષના સહવાસને વેગ પ્રાપ્ત થયો હતો. જે દયાળ પ્રભુ આખા જગતના જીના ઉદ્ધાર માટે દેશદેશમાં વિચરી ઉપદેશ આપતા હતા, અને તેમના ઉપદેશથી ઘણું જ મોક્ષ અને દેવગાતને પ્રાપ્ત કરનાર થયા, છતાં ગોશાળ પ્રભુનાથી આત્મહિત સાધી શકે નહિ, એટલું જ નહીં પણ તે જેલેપ્યાની પ્રાપ્તિ અને અષ્ટાંગયોગના સામાન્ય જ્ઞાનથી તે પિતાને સાક્ષાત જિન માનવા અને મનાવા લાગ્યું અને મિથ્યાત્વને ફેલાવે કરી અનેક અને મિથ્યાત્વી બનાવ્યા. આમાં કાંઈ પણ હેતુ હોય, તે તે એજ છે કે તેનામાં મિથ્યાત્વ અને અજ્ઞાનનું જોર હોવાની સાથે તે ભારેક અને દીર્ઘ સંસારી હતે. શાસ્ત્રકાર કહે છે કે, “વિજાતિ મારૂ, વિચારવમૂઢતાં I शिष्याणां पापरक्तानां, मंखलीपुत्र सदृशां ॥ १ ॥
For Private and Personal Use Only