________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] લકીક અને લોકોત્તર સ્વરાજ્ય.
૩૨૧ પહોંચાડવાને ઉપાય છે. એ હદે ન પહોંચે ત્યાં સુધી દરેક આત્મા અપૂર્ણ છે. એ અપૂર્ણતા કર્મોની સત્તા આત્મપ્રદેશમાંથી નીકળી નથી એજ સૂચવે છે. તેથી કર્મ બંધ થવાના અને ખપાવવાના કયા કયા કારણે જ્ઞાનીઓએ બતાવેલા છે, તેને અભ્યાસ અને તેનું જ્ઞાન અને તેમાં રમતા એજ આત્માને નિર્મળ બનાવવાનું પ્રાથમિક શિક્ષણ છે. આ પ્રાથમિક શિક્ષણ શુદ્ધ રીતે લેનાર આત્માથેિ જ ઉંચ કેટીનું તત્વજ્ઞાન મેળવવાને ભાગ્યશાળી બની શકશે. ઊંય કેટીનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરી પિતાના જીવનને ઉંચ બનાવવું. શુદ્ધ ચારિત્રવાન થવું એજ મનુષ્ય જીવનની સફળતા છે.
તીર્થકર ધર્મ ચક્રવતિ ગણાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ તીર્થની સ્થાપના કરે છે.સાધુ, સાધ્વી, શ્રાવકા અને શ્રાવિકા એ, ધર્મતીર્થ રૂ૫ રાજ્યના અંગ યાને પ્રદેશ છે. જેમાં દેશની અંદર વસનારી પ્રજા અમુક દેશના રાજાની પ્રજા ગણાય છે અને તેની આજ્ઞા માનનારી હોય છે, તેમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવકાના વ્રત અંગીકાર કરનાર અને તેમના શાસનમાં વર્તનાર એ ધર્મતીર્થરૂપ રાજ્યની પ્રજા છે. તેઓ તે શાસનની આજ્ઞાને ધારણ કરીને પોતાના જીવને પવિત્ર બનાવે છે. લૌકીક સ્વરાજ્ય ચારગતિ રૂપ સંસારને વધારનાર છે. ત્યારે આ લેકેત્તર ધર્મ તીર્થ રૂપ સ્વરાજ્ય સંસારને છેદ કરી ઉંચી હદે લઈ જઈ, અંતે નિર્વાણુ વદ અપાવનાર નિવડે છે. તત્વ જ્ઞાનીઓને આ સ્વરાજ્ય અખંડાનંદ આપનારૂ નિવડે છે, ત્યારે લૌકીક સ્વરાજ્ય રાજ્ય કર્મસ્થાનીઓને હંમેશા કલેશ અને ચિંતા કરાવનારું હોય છે. લૌકીક સ્વરાજ્ય પ્રાપ્તિમાં અને તેની સ્થાપનામાં સંખ્યાબંધ જીવોને નાશ હોય છે. દેશના લેકેને ઉપદ્રવકારક અને અશાંતિ રૂપ હોય છે, ત્યારે આ લેકેત્તર સ્વરા જ્યમાં જીને અભયદાન અને શાંતિ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારને ઉપદ્રવ હેત નથી. લૌકીક સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને બીજાની મહેરબાની અને કૃપા ઉપર આધાર રાખવાનો હોય છે, ત્યારે આ
41
For Private and Personal Use Only