________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] શ્રી શ્રેયાંસ પ્રભુની દેશના. સકામ નિર્જરા થાય છે, સમકિત સિવાયનાને અકામ નિર્જર થાય છે. કર્મોની પરિપકવતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણ દેજવાળું હોય પણ પ્રદિત અગ્નિવડે શુદ્ધ થાય છે. તેમ તપ રૂપ અગ્નિવડે સદોષ જીવ પણ શદ્ધ થાય છે. તે તપ બાહા અને અત્યંતર એમ બે પ્રકાર છે. અનશન, ઉનાદ, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાય કલેશ અને સંલી. નતા એ છ ભેદ બાહ્ય તપના છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન, અને કાર્યોત્સર્ગ એ છ ભેદ અત્યંતર તપના છે આ બાહ્ય અને અત્યંતર તપના સેવનથી નિયમધારી પુરૂષ પિતાના દુર્જર એવાં કર્મોને પણ જરાવી દે છે.
સંવર તત્વનાં સેવનથી આશ્રવને રાધ થઇ નવીન કર્મો જીવને લાગતાં નથી. જેમ કે પૂર્ણ જળથી ભરેલા સરોવરને ચારે બાજુથી તેમાં પાણી આવવાનાં દ્વાર બંધ કરવાથી તેમાં નવીન જળ પ્રવેશ કરી શકતું નથી તેમ સંવર તત્વના જે ભેદે બતાવેલા છે તે રીતે તેનું સેવન કરવાથી નવીન કમ આવતાં બંધ થાય છે.
એ પૂર્ણ જળથી ભરેલું સરેવર સૂર્યના પ્રચંડ તાપથી સૂકાઈ જાય છે, તેમ પ્રાણીઓનાં પૂર્વે બાધેલ કર્મો પણ તપસ્યાના તાપથી તપી ક્ષય પામી જાય છે. નિર્જરાના બે ભેદમાં બાહા તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે ધ્યાન કરનારા યાગીને ચિરકાલથી ઉપાર્જન કરેલાં અને ઘણું પ્રબળ કર્મ પણ તત્કાલ જર્જરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ પામેલો શારીરિક દેષલંઘન કરવાથી સેષાઈ જાય છે, તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ પણ ક્ષય જાય છે, અથવા મેઘનો સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ તેમ વિખરાઈ જાય છે, તેમ તપસ્યાથી કર્મને સમુહ વિનાશ પામે છે.
જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થ પણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મેક્ષને ઉત્પન્ન કરે છે. બન્ને પ્રકારની
For Private and Personal Use Only