________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૯ ૯ જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે, તે તે સ્થળે જિનેશ્વરની ઉપર દેવતાઓ અશોકતરૂ રચે છે. તે અશોકવૃક્ષ રાષભ સ્વામિથી આરંભીને શ્રી પાર્શ્વનાથ સ્વામિ સુધી તેવીસ તીર્થંકર ઉપર તેમને પિતાના શરીરના પ્રમાણુથી બાર ઘણે ઉંચો રચવામાં આવતું હતું અને શ્રી વીર પ્રભુના ઉપર બત્રીશ ધનુષ્ય ઉંચે રચવામાં આવતા હતે. ( આ સંબંધે વિશેષ ખુલાસે ઉપદેશપ્રાસાદ ભાષાંતર. સ્થંભ ૧લે પૃ ૧૦ ઉપર છે.)
૧૦ જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અધે સુખ થઈ જાય છે, એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીએ નીચી નમી જાય છે.
૧૧ જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે, ત્યાં રસ્તામાં આવતા વૃક્ષ ભગવંતને પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે.
૧૨ પ્રભુ વિચરે ત્યાં આકાશમાં દેવદુકભી વાગ્યા કરે છે. ૧૩ ભગવંત જ્યાં વિચરે છે ત્યાં સંવતક જાતિને વાયુ એક જન પ્રમાણુ પૃથ્વીને શુદ્ધ કરીને, (કચર વિગેરે દૂર કરીને ) સુગંધી, શીતળ અને મંદમંદ,તેમજ અનુકૂળ વાય છે, તેથી સર્વ પ્રાણીને તે સુખાકારી થાય છે.
૧૪ જગદ્ગુરૂ જિનેશ્વર જ્યાં જ્યાં સંચાર કરે છે, ત્યાં ત્યાં મોર અને પોપટ વિગેરે પક્ષીએ પ્રભુને પ્રદક્ષિણા ફરે છે.
૧૫ જે સ્થળે પ્રભુ બિરાજે છે, ત્યાં ધુળ સમાવવા માટે ઘનસારાદિ ચુકત ગધેદિકની વૃષ્ટિ થાય છે. (મેઘકુમાર દેવે આ વૃષ્ટિ કરે છે.)
૧૬ સમવસરણની ભૂમિમાં ચંપક વિગેરે પાંચ રંગના પુની જનું પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે. પ્રભુના અતિશયથી તે પુપ ઉપર ચાલવાથી તે પુને કંઈ બધા કે પીડા થતી નથી. ( વિશેષ ખુલાસે ઉપદેશપ્રાસાદ ભાષાંતરના પૂ. ૧૧ ઉપર જુઓ)
For Private and Personal Use Only