________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૭
ભવ ર૭. ]
આદ્રકુમાર. રહે છે. અક્ષયકુમારને તેને આર્યદેશમાં લાવી, ધર્મ પમાડી તેના આત્માનું કલ્યાણ કરવાને વિચાર થયો. જે પોતાના સહ વાસ અને વિચારોથી ધર્મ,નીતિ અને ન્યાયના માર્ગે જોડે તેજ મીત્ર કેટીમાં આવી શકે છે. જીવનમાં સારા મીત્ર મળવા એ પણ પુણ્યની નિશાની છે. સારા સંગ અને સશાસઅભ્યાસ એ જીવને ઉંચ કેટીમાં લઈ જવાના નિમિત્તે કારણે છે. અભયકુમારે મહાન આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક ઉત્તમ રત્નથી શ્રી આદિશ્વરભગવંતની પ્રતિમા, એક સુંદર પેટીમાં પધરાવી, તેની સાથે દેવપૂજાના બધા ઉપકરણે મુક્યાં. પછી તે પેટીને તાળું દેઇને મહાર છાપ કરી, આદ્ર કુમાર તરફથી ભેટ લઈ આવનાર નેકરને આપી અને કહ્યું કે “આ પેટી આદ્રકુમારને આપજે, અને તેમને કેહજે કે આ પેટી તમારે એકાંતમાં ખોલવી બીજી કઈને તે બતાવવી નહી.” તે કરે તે પ્રમાણે આદ્રકુમારને પેટી આપી અને કુમારે તે બેલી. પ્રભુપ્રતિમાના દર્શનથી આ શી વસ્તુ છે? મેં પૂર્વે કઈ વખત આવી વસ્તુ જોઈ છે? એ ઉહાપોહ કરતાં તેમને જાતિસમરણ જ્ઞાન થયુ. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, અને તેનાથી જીવ પિતાને પુર્વ જન્મ અને કેટલાક ભવ જોઈ શકે છે. તે જ્ઞાનથી આદ્રકુમાર જાણું શક્યા કે, આ ભવથી ત્રીજા ભવમાં તે એક સામાયિક નામે કણબી હતું. તેણે પોતાની સ્ત્રી બંધુમતિ સાથે દીક્ષા લીધી હતી.દીક્ષા લીધા પછી બંને જણે પોતપોતાના ગુરૂ ગુરૂણું સાથે અન્ય અન્ય જુદા જુદા પ્રદેશમાં વિહાર કરી, સાધુ ધર્મનું સેવન કર્યું હતું કર્મ સંજોગે જ્યાં તે સમાયિક સાધુ હતા, તે પ્રદેશમાં ફરતા ફરતા બધુમતિ પિતાની ગુરૂણી સાથે આવી. તેને જોવાથી તે સાધુને પૂર્વના સંસારી અવસ્થામાં તેની સાથે વિષચક્રીડા કરેલી યાદ આવી, અને તેના ઉપર અનુરક્ત થયા. એ હકીકત પવિત્ર વિચાર વાળી સાધ્વી બંધુમતિના જાણવામાં આવવાથી, સ્વાર કલ્યાણકારક એવું અનશન પિતા ની ગુરૂણીની
For Private and Personal Use Only