________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૬ દેવતાઓ પણ પ્રભુની અંતિમ દેશના સાંભળવાની ઇચ્છાએ ત્યાં આવ્યા. તે સમયે ઈ આવી આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી.
હે પ્રભુ! ધમધમ એટલે પુણ્યપા૫ વિના શરીરની પ્રાપ્તિ હોતી નથી. શરીર વિના મુખ્ય હેતું નથી અને મુખ વિના વાચકત્વ હેતું નથી, તેથી અન્ય ઈશ્વરાદિક દેવ બીજાને શિક્ષા આપનારા શી રીતે થઈ શકશે? વળી દેહ વિનાના ઈશ્વરની આ જગત રચવામાં પ્રવૃત્તિ જ ઘટતી નથી. તેમજ સ્વતંત્રપણાથી કે બીજાની આજ્ઞાથી તેમને જગત અજવાની પ્રવૃત્તિમાં કાંઈ પ્રયોજન નથી. હવે જે તે ઈશ્વર ક્રીડાને માટે આ જગત એવા પ્રવર્તે, તે તે બાળકીની જેમ રાગવાન ઠરે, અને કૃપાવડે જે તે સૌને સુખી આજવા જોઈએ. હે નાથ! દુઃખ, દરિદ્રતા, અને દુષ્ટ નિમાં જમે, ઇત્યાદિ કલેશે કરીને વ્યાકુળ એવા લોકોને અજવાથી તે કૃપાળુ ઈશ્વરની કૃપાળતા કયાં ઠરી? અથત નઠરી. હવે જે તે ઈશ્વર કમની અપેક્ષા ધરાવીને પ્રાણીને સુખી કે દુઃખી કરે છે, એમ હોય તે તે પણ અમારી સરખા સ્વતંત્ર નથી એમ ઠરશે, અને જે આ જગતમાં કર્મથીજ થયેલી વિચિત્રતા છે, તે પછી એવા વિશ્વકર્તા નામ ધરાવનારા નપુંસક ઈશ્વર વડે શું કર્તવ્ય છે? અથવા મહેશ્વરની આ જગત રચવામાં સ્વભાવેજ પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિચારજ ન કરે એમ કહેશે, તે તે પરીક્ષકને પરીક્ષાના આક્ષેપ માટે ઠરશે. હવે જે સર્વ ભાવને વિષે જ્ઞાતૃત્વરૂપ કતૃત્વ કહેતા હોય, તે તે અમારે માન્ય છે. કારણકે સર્વજ્ઞ બે પ્રકારના હોય છે. એક મુક્ત અને બીજા દેહધારી. હે નાથ ! તમે જેના ઉપર પ્રસન્ન થાઓ છે, તે ઉપર જણાવ્યા પ્રમાણેના અપ્રમાણિક એવા સુષ્ટિના કત્વવાદને તજીને તમારા શાસનને વિષે રમે છે.”
આ પ્રમાણે ઈદ્રમહારાજ સ્તુતિ કરી રહ્યા બાદ, અપાપાપૂરિ ના રાજા હસ્તિપાળે નીચે પ્રમાણે સ્તુતિ કરી
હે સ્વામિન્ ! વિશેષજ્ઞ એવા આપની કોમળ વિજ્ઞાપનાજ કરવી એમ કાંઈ નથી. તેથી અંત:કરણની વિશુદ્ધિના અર્થે કાંઈ
For Private and Personal Use Only