________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
૨૭ ભવ ] ગોશાળાના પૂર્વભવને વૃત્તાંત.
ભાવાર્થ--પાપકર્મમાં રકત અને મિથ્યાત્વવડે મૂઢ ચિત્ત વાળા શાળા જેવા શિષ્યને જ્ઞાની ગુરૂ પણ શું કરી શકે?
શાળ પિતાની ઈચ્છાએજ ભગવંતને શિષ્ય થયે હતે. ભગવાને પણ તેને શિષ્ય જાણીને ઉપદેશ કર્યો હતે; છતાં તે વિપરીત વિચાર અને આચારવાળે થયે. તેમાં તત્વજ્ઞાનની દષ્ટિએ જોતાં, તેના પુર્વના ગાઢ કમને ઉદય જ છે. પુર્વની ચોવીશીમાં
ઉદાય” નામે તીર્થકર ભગવંતના સમયમાં, તે મનુષ્ય ગતિમાં હતું. તેનું નામ ઈશ્વર હતું. તીર્થકર ભગવંત મોક્ષે પધાર્યા. તેમને મોક્ષ મહિમા કરવા સુર અસુરે આવ્યા. તે વખતે નજીકમાં રહેનાર કઈ ભવ્ય મનુષ્યને તે જોઈ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે મહાશયે પ્રત્યેકબુદ્ધ થઈને તત્કાળ દીક્ષા લીધી, એટલે શાસન દેવતાએ તેમને મુનિશ અર્પણ કર્યો. લોકોથી પૂજાતા તે મહામુનિ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તે જોઈને એ “ઈશ્વર”નામના મિથ્યાત્વિને દીક્ષા લેવાના ભાવ થયા. તેણે ગણધર મહારાજ પાસે દીક્ષા લીધી. આ દીક્ષા તેણે મેહગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થવાથી લીધી હતી. ગણુધરમહારાજ પર્ષદામાં બેસી ધર્મ દેશના દેતા હતા, તેમાં પ્રસંગમાં તેઓશ્રીએ જણાવ્યું કે, “જે મુનિ પૃથ્વીકાયના એક જીવને પણ હશે, તે નિંદ્રશાસનમાં અસંયત કહેવાય છે. તે સાંભળી ઇવરે વિચાર્યું કે, “પૃથ્વીકાય છનું તે સર્વત્ર મર્દન થાય છે. તેનું સર્વથા રક્ષણ કરવા કે તેને જેવા કેણ સમર્થ છે? આ વાકયજ શ્રદ્ધા કરવા ચોગ્ય નથી. કેવળ મુનિની લઘુતા માટે જ છે. જેમ ઉન્મત્ત બેલે તેમ બેલેલું આ વાકય સાંભળ્યા છતાં પણ તે પ્રમાણે કેણ આચરે? જો આવું કહેવું છેડી દઈને એઓ મધ્યમપક્ષના સાધુપણાની વાત કહે, તે તેની ઉપર જરૂર સર્વ લેક અનુરક્ત થાય.” તે આવા મિથ્યા વિચારમાં પડ હતે. વળી તેને શુભ વિચાર આવ્યા, અને લાગ્યું કે ભૂલ કરી. જે હું આ વાકય ન માનું અને તે પ્રમાણ ન આચરું તે મેં જિનેAવરને પણ માન્યા ન કહેવાય. કેમકે આ સર્વજ્ઞનું જ વચન છે.
For Private and Personal Use Only