________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ રણવાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવી ને તે અતિ દુર્મદ અમરેદ્ર શદ્રને આ પ્રમાણે બે -
હે ઇંદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાક્રમથી અદ્યાપી મારી ઉપર રહે છે, પણ હવે હું તને - મારાથી નીચે પાડી દઉં છું. અરે! ચમચંચા નગરીના સ્વામી
અને વિશ્વને પણ અસા પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણતે?”
શકારીની હાકને કેશરીસિંહ સાંભળે, તેમ જેમણે આવું કહાર વચન પૂર્વે કદી પણ સાંભળ્યું નહતું તે સાંભળીને શકેંદ્ર વિસ્મય પામે, અને તેમને હસવું આવ્યું. પછી અવધિજ્ઞાનને ઉપગ મુકયે, તે તેમને આ બધું તોફાન ચમરેદ્રનું જણાયું. શકેંદ્ર ભ્રકુટી ચઢાવી ચમરેંદ્રને કહ્યું કે, “અરે મિથ્યાભિમાની ચમરેદ્ર! તને તારા બળને ગર્વ થયે છે, જેના લીધે તું પિતાના સ્વરૂપ અને મર્યાદાને ભુલી ગયો છું, જેઓ પોતાની શક્તિને વિચાર કર્યા વગર, ગવધ થઈ શક્તિ ઉપરાંતનું સાહસ કરે છે, તે પિતાના નાશનું કારણ થાય છે. એ નીતિને તું ભૂલી ગયો છું. જે તું પિતાને બચાવ કરવાની ઈચ્છા રાખતે હોય તે તું અહીથી નાશી જા.”
મદાંધ બનેલા ચમરેંદ્રને આથી કંઈજ અસર થઈ નહી, અને તેણે પિતાને ઉતાત જારી રાખ્યો તેથી શકે ક્રે પ્રલયકાળના અગ્નિ સરખું, અને એકઠા મળેલા વડવાનળ હોય તેવા પ્રજવલિત વજીને તેના ઉપર મુકયું, તડ તડ શબ્દ કરતું, અને દેવતાઓએ ત્રાસ પામતા જોયેલું તે વજી ચમરેંદ્ર તરફ દોડયું. સૂર્યના તેજને ઘુવડ જેવાને અસમર્થ છે, તેની પેઠે તેના તેજને ચમરેંદ્ર જોઈ શકો નહી, અને તેનાથી ભય અને ત્રાસ પામી તત્કાળ વિફર્વેલુ રૂપ સંહરી, ચિત્રાથી જેમ મૃગ ભાગે તેમ પિતાને બચાવ કરવાને ભગવંતના શરણે આવવા ત્યાંથી ભાગ્યે. તેની પાછળ વા આવવા લાગ્યું. ચમરેંદ્રને નિવાસ તેમજ પ્રભુનું વિહાર સ્થાન અધભૂમિએ
For Private and Personal Use Only