________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૭ કરનારા પુરૂષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે, તે જોઈ મને આશ્ચર્ય થાય છે. હે નાથ! આપને જોતાં જ તેણે રવીકાર કરેલું ચારિત્ર પણ છે દીધું. તેનું શું કારણ? ” ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો. - “હે ગૌતમ! સાંભળો. મેં ત્રિપૃષ્ઠના ભવમાં જે સિંહને માર્યો હતું, તેને જીવ તે એ ખેડુત થએલે છે. તે વખતે કોધથી ફડ ફડતા સિંહને, તમે મારા સારથી હતા તેથી મીઠા વચને શાંત કર્યો હતો, ત્યારથી તે મહારા ઉપર દ્વેષી અને તમારી ઉપર સનેહી થયો હતો. તેથીજ એને બેધકરવાને માટે મેં તમને મોકલ્યા હતા.” આ પ્રમાણે ભગવંતે ખુલાસે કર્યો. ગૌતમ શાંત થયા. આ સારથીના ભાવથી તે છેવટના ભવના દરમ્યાન ભાવમાં, શ્રી ગૌતમ ગણધરને જીવ કયાં કયાં ઉત્પન્ન થયે, અને તે ભમાં શું સાધન કરી ઉત્તરોત્તર ગણુધરપદને લાયક બન્યા, એ હકીકત જણાઈ આવતી નથી. પણ કૃષિકારના જીવને સંબંધ તે સોળમા ભાવથી શરૂ થએલે છે. સેળમાં ભાવમાં પ્રભુ રાજગૃહના રાજાને ત્યાં યુવરાજની પટરાણુને પેટે પુત્રપણે ઉખન થયા હતા. તેમનું નામ વિશ્વભૂતિ હતુ. તેમણે તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પિતાના કાકાના દીકરા રાજકુમાર વિશાખાનંદી લગ્ન કરવા મથુરામાં આવ્યા હતા. વિશ્વભૂતિ તેના મુકામ આગળ થઈને તપના પારણાના દિવસે ભીક્ષા લેવા જતા હતા, ત્યાં તેણે મુનિનું કૃષ શરીર જોઈ મજાક કરી હતી. ત્યારથી એ બન્ને વચ્ચે કલહનું બી રોપાયું હતું. નિષ્કારણ મુનિઓની મજાક કશ્યાથી રાજકુમારને જીવ ઉત્તરોત્તર કેટલી ઉતરતી કોટીમાં આવ્યું હતું, તે વિચારવા જેવું છે. એક વખત જીવ અધોગતિને ભકતા થયા પછી, પડતાં પડતાં કયાં અટકશે, તે કળી શકાતું નથી અને નીચી ગતિના લાયકના દારૂણુ વિપાક દુઃખ જોગવવું પડે છે. માટે તેવા પ્રસંગે સાધ્ય ઠેકાણે રાખવું જોઈએ. ભગવંતના જીવ મુનિએ તેને મારવાનું નિયાણું કર્યું. તે અઢારમા ભાવમાં વાસુદેવ થયા. આ વિશાખા
For Private and Personal Use Only