________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] અનાર્ય દેશમાં વિહાર
૨૨૧ નથી. આ આયે દેશમાં વિહાર કરવાથી તેની સહાય મળવી મુશ્કેલ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરૂં.
પ્રભુના આ વિચાર તત્વ આત્માથિઓએ હૃદયમાં કેતરી રાખવા જેવા છે. સામાન્ય છે પિતાને સુખ શી રીતે થાય તેની ચિંતાની પરંપરામાં જીવન ગુજારે છે. નવીન કર્મ બંધનની તેમને ફકર થતી નથી તે પછી કર્મ ખપાવવાને કે નિર્જરાવવાને તે પ્રશ્ન જ કયાં રહ્યો ? તેઓ પિતાને ઉપદ્રવ કરનાર કે દુખ આપનારને દુશ્મન કે શત્રુ જાણી તેનું અહિત ઈચછી તેને નાશ કરવાની બુદ્ધિથી તેવા પ્રકારને ઉઘમ આદરે છે, ત્યારે પ્રભુ તેવા ઊપસર્ગ કરનારની સહાય મેળવવાની ઈચ્છા રાખી, તેવી પ્રવૃત્તિ કરે છે. જેમ શત્રુ જીતવાની છચ્છાવાળા સૈનીકેની શોધ કરી તેમની મદદ મેલવે છે, તેમ કર્મ શત્રુઓને જીતવાને ઉપસર્ગ કરનાર સૈનીકોની સહાય મેળવવાની જીજ્ઞાસાથી અનાર્ય દેશમાં વિહાર કરવાની પ્રભુ ઈચછા રાખે છે. જ્ઞાનીઓ ઉપસર્ગ કરનારને કર્મ શત્રઓ જીતવામાં મદદગાર ગણે છે. અહા ! હા!! શું ઉત્તમ અને નિર્મળ વિચાર? આવા પવિત્ર વિચાર અને શુદ્ધ દ્રષ્ટિ થયા સીવાય અને ઉપસર્ગો, અપાય સહન કરવાની શક્તિ ઉપન્ન કરી, પ્રસંગ આવે સમભાવથી ઉપસર્ગ–વિપતિઓ-સહન કર્યા શીવાય આપણે આપણું આત્માને ઉંચ કેટીમાં લઈ જવાને શક્તિવાન થઈ શકીશું નહિં. જિનેન્દ્ર દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અનેક પ્રકારની ઉતમ રીતીઓ બતાવવામાં આવેલી છે તે પૈકીની આવા પ્રકારના વિચાર થવા એ પણ એક રીતિ છે. આ કલાને ઉંચ કેટીના મહાન આત્મજ્ઞાનીઓ જ પ્રાપ્ત કરી શકે છે.
ઉપર જણાવ્યા મુજબના વિચારથી કર્મો ખપાવવા માટે અનાય દેશમાં વિહાર કર્યો. તે દેશમાં પ્રાયે બધા દુર સ્વભાવી માણસોજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને મુડે, મુડે, એમ કહીને મારવા લાગ્યા, કે અન્ય રાજાને ગુપ્તચર માણસ છે, એમ સમજી પકડી
For Private and Personal Use Only