________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪,
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ હે અભયકુમાર ! આવા પ્રકારના તે રાજાના મનોરથ જાણી તેમને અનુગ્રહ કરવાની ઈચ્છાએ અમે ચંપાપુરીથી વિહાર કરી તેમના નગરમાં ગયા. તે ખબર જાણી રાજા અમારી પાસે આવ્યા. મેં તેમને ઉપદેશ કર્યો, તે સાંભળી તે પોતાના રાજમહેલમાં ગયા. રાજાને અભીચિનામે રાજકુમાર અને કેશીનામે એક ભાણેજ હતો. શણું પદ્માવતી જે ધર્મમાં ઘણું રાગી હતી, તેણીએ તે રાજાની આજ્ઞાથી દીક્ષા અંગીકારી, શુદ્ધ રીતે પાલન કરી, સમાધિ મરણ વડે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ છે. તેણુએ વખતે વખત આવી રાજાને બોધ આપી ધર્મમાં સ્થિર કર્યો હતે.
વ્રત લેવાની ઈચ્છાવાળાએ પુત્રના હિતની ખાતર, તેને રાજ્ય નહી સેપતાં, પોતાના ભાણેજ કેશીને રાજ્યશ્રી અર્પણ કરી.
રાજ્ય ઘરાણામાં શ્રી વીર પ્રભુની જીવિતસ્વામીની પ્રતિમાનું મંદિર હતું, જેની સેવા રાજા હમેશાં કરતા હતા, તેમની પૂજાને માટે ઘણા ગામ, ખાણ અને નગર વિગેરે આપ્યા.
કશીરાજાએ દિક્ષા મહોત્સવ કર્યો, અને તે રાજાએ અમારી પાસે ચારિત્ર અંગીકાર કર્યું. વ્રતના દિવસથી માંડીને છઠ, અઠમ, દશમ અને દ્વાદશ વિગેરે તપ કરવા વડે તેમણે પોતાના કર્મોની જેમ પોતાના દેહને પણ શેષિત કરી નાખે છે.” - આ પ્રમાણે વૃત્તાંત કહી છેવટે પ્રભુએ અભયકુમારને કહ્યું કે, “હે અભયકુમાર ! તૃણની જેમ રાજ્ય લક્ષ્મીને છેડે શુદ્ધ સાધુપણાને ગ્રહણ કરનાર ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ છે.”
ઉદાયન રાજર્ષિએ અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મેક્ષ પ્રાપ્ત કરેલ છે. અભયકુમાર પ્રભુ વિરની પાસેથી પિતાના પિતા પાસે ગયા.
રાજાને વિનંતી કરી કહ્યું, “પિતાજી ! અક્ષય કુમારનું જે હું રાજા થઈશ તે પછી મારાથી મુનિ વત ગ્રહણ થવાશે નહિ, કારણકે શ્રી વીર પ્રભુએ
ઉદાયન રાજાને છેલા રાજર્ષિ કહ્યા છે. શ્રી વીર પ્રભુ જેવા સ્વામીને પામીને, અને આપના પુત્રપણાને
For Private and Personal Use Only