________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પંચ મહાવત અને તેની પચીશ ભાવના. સન્મુખ આવીને ઉભા. પછી પ્રભુ રત્નમય સિંહાસનથી ઉઠીને તે ચૂર્ણની સંપૂર્ણ મુઠી ભરીને ઉભા થયા. ગૌતમ પ્રમુખ અગીઆર ગણધર અનુક્રમે જરા નમીને પ્રભુની સન્મુખ ઉભા. તે વખતે દેવે પણ સઘળા વાજિંત્રાદિકના વનિને નિવારીને મૌન ધરી રહ્યા, અને પ્રભુ શી આજ્ઞા કરે છે, તે સાંભળવા આતુર થઈ ઉભા રહ્યા.
ગણધારીને ઉદ્દેશીને અમૃતમય વાણથી પ્રભુએ તેમને કહ્યું કે, દ્રવ્ય, ગુણ, અને પર્યાયથી તમોને તીર્થની અનુજ્ઞા છે. ”
એમ કહી પ્રથમ ઇદ્રભૂતિના અને પછી અનુક્રમે બધા ગણધરાના મસ્તક પર ચૂર્ણ ( વાસક્ષેપ) નાખ્યું. તે પછી દેવેએ પણ તેમના પર ચૂર્ણ અને સુગંધી પુષ્પ ની વૃષ્ટિ કરી.
આ ચિરંજીવી થઈ ધર્મને ચિરકાળ સુધી ઊદ્યોત કરશે.” એમ કહીને પ્રભુએ, સુધર્મા ગણધરને સર્વમુનિઓમાં મૂખ્ય કરી, ગણનાધુરીની અનુજ્ઞા કરી.
સાધવીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે, પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવતિની પદે સ્થાપિત કરી.
શ્રી આચારાંગ સૂત્રમાં શ્રી સુધર્માસ્વામી પંચ મહાવ્રત અને પ્રભુ મહાવીરનું અસ્ત્રિ શ્રી જનું સ્વામિ તેની પચીશ ભાવના ને કહી સંભળાવતાં, આ સમયનું વર્ણન
નીચે પ્રમાણે કરે છે, (શ્રી આચારાંગ સૂત્ર મૂળ સહિત ભાષાંતર) છાપીત બુક પૃષ્ઠ-૩૮૨
આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષ પ્રતિક્રમ્યા હવે તેરમા વર્ષની અંદર ઉનાળાના બીજા માસે બીજે પક્ષે વૈશાખ સુદિ ૧૦ ના સુવૃત નામના વિજય મુહુતે, ઉત્તરા ફાગુની નક્ષત્રના યોગે, પૂર્વ દિશાએ છાયા વળતાં છેલ્લે પહોરે જ ભિકગામ નગરની બાહેર, કાજુવાલિકા નદીના ઉત્તર કિનારે, સ્યામક ગાથા પતિના કર્ષણ સ્થળમાં, વ્યાવૃત નામના ચિત્યના ઈશાન કેણમાં, શાળ વૃક્ષની પાસે અધ ઉભા રહી, ગેહિકા આસને આતાપના કરતા
For Private and Personal Use Only