________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ કરવામાં, દેવગુરૂની સ્તુતિ કરવામાં, પરને ઉપદેશ આપવામાં, ગુરૂ વિગેરેની ભક્તિ કરવામાં, અને મુનિઓને આહાર પણ આપતાં તે વસ્તુની પરિક્ષા કરવામાં અને ગુણીજનેના ગુણાનુવાદ કરવામાં ઉપયોગ કરાય તે પ્રશરત છે, અને સ્ત્રી વિગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રને અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં, પરનિંદા કરવામાં, પાપના વિષયમાં આદેશ ઉપદેશ કરવામાં, અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઈષ્ટ અનિષ્ટ આહારદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પશંઇન્દ્રિયને જિન પ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરૂ અને ગ્લાન સાધુ વિગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે, અને સ્ત્રીને આલિંગન વિગેરે કરવામાં, તથા સ્થાવર અને ત્રસ જીવોની વિરાધના કરવામાં કે તેમને પરિતાપ ઉપજાવવામાં તથા બીજા પણ પાપસ્થાનકે સેવવામાં જે ઉપગ કરાય અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાયની ફળ પ્રાપ્તિને અનુસાર પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવની વિચારણા કરવી. તેવી રીતે વિચારતાં અહિં ચાર ભાગ થાય છે તે આ પ્રમાણે.
૧ કેટલાક ને શુભ અધ્યવશાયના કારણુ ( સાધક કારણ) ભૂત, જિનબિંબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને, કાલકશૌકરિક વિગે૨ની જેમ અપ્રશસ્ત બાધક ભાવ ઉદય પામે છે.
૨ કેટલાક ને શુભ અધ્યવસાયને સાધનાર સાધક કારણ ભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને, પંદરસો તાપસોની જેમ પ્રશસ્ત સાધક ભાવ ઉપ્તન થાય છે.
૩ કેટલાક જીવેને બાધક કારણું ભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ અષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત સાધક ભાવ વૃદ્ધિ પામે છે.
૪ કેટલાક જીવને અપ્રશસ્ત બાધક વસ્તુ જોઈને સુભૂમચકી, બ્રહ્મદત્તચક્રી વિગેરેની જેમ અપ્રશસ્ત બાધક ભાવ ઉત્પન્ન થાય છે.
ભવ તાસથી એટલે સંસારમાં રહેવાથી પરાડમુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મહારાજાના કિંકરરૂપ ઈન્દ્રિય
For Private and Personal Use Only