________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૨.
જી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરવું દુર્લભ છે, પણ જો તમે મારા ચિત્તમાં વતા, તે પછી મારે બીજા કોઈનું પ્રયોજન નથી. છેતરવામાં તત્પર એવા અન્યને મૃદુ બુદ્ધિવાળા પુરૂષોમાં કોઈને કેપથી, તુષ્ટિથી અને કોઇને અનુગ્રહ વડે છેતરે છે. તેવાએ કહે છે કે –
જે પ્રસન્ન ન થાય તેની પાસેથી શી રીતે ફળ મેળવી શકાય? પરંતુ ચિંતામણી વિગેરે અચેતન છે, તે પણ શું તે ફળ નથી આપતા? હે વીતરાગ ! આપની સેવા કરવી તે ઉત્તમ છે, તે કરતાં પણ આપની આજ્ઞા પાળવી તે વિશેષ ઉત્તમ છે, કેમકે આપની આજ્ઞાનું આરાધન મેક્ષ ફળને આપનાર છે, અને આજ્ઞાવિધ હેય તે સંસાર માટે થાય છે. ” આપની આજ્ઞા અનાદિકાળથી હેય અને ઉપાદેય ગોચર છે. એટલે કે આશ્રવ સર્વથા હેય-ત્યાગવા ગ્ય–છે, અને સંવર સર્વથા ઉપાદેય–આદરવા યોગ્ય છે, એવી આપની આજ્ઞા છે. આશ્રયસંસારને હેતુ છે, અને સંવર મોક્ષને હેતુ છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વરને માગ છે. એજ મૂળજ્ઞાન છે. બાકી બીજે બધે તેને વિસ્તાર છે. આ પ્રમાણેની આજ્ઞાની આરાધનામાં તત્પર એવા અનંતા છો મોક્ષ પામ્યા, અનંતા પામે છે, અને અનંતા પામશે. ચિત્તની પ્રસતાવડે દીનતાને છોડી દઈને, માત્ર આપની આજ્ઞાનું જ આરાધન કરનારા પ્રાણીઓ સર્વથા કમંપ મળથી મુકાઇ નિર્મળ થાય છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી સમવસરણમાં ચુસ્થાનકે બેસી, પ્રભુની દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી તે અંડસંન્યાસી રાજગૃહ નગર તરફ જવાને તૈયાર થયે. તે વખતે પ્રભુએ તેમને કહ્યું કે, તમે રાજગૃહમાં જઈને નાગથિકની સ્ત્રી સુલસાને અમારી આજ્ઞાથી કોમળ વાણીવડે કુશળતા પુછજે.
“હા, પ્રભુ આપના ફરમાન પ્રમાણે હું કરીશ.” એમ કહી અંબઠપરિવ્રાજક આકાશ માર્ગે ઉઠે તત્કાળ રાજગૃહી નગરી એ આવ્યું. તે વખતે તેના મનમાં વિચાર આવ્યું કે, “સુર, અસુર,
For Private and Personal Use Only