________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ એ ચાર ઘાતિક વિનાશ પામ્યા. મહાવદી અમાસના દિવસે ચંદ્રગે શ્રવણ નક્ષત્રમાં છઠ્ઠા તપમાં વર્તતા પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું જાણી દેવતાઓએ આવી સમાવેશરણની રચના કરી. તેમાં બેસી પ્રભુએ દેશના આપી. તેથી પ્રતિબંધ પામી કેટલાક સર્વવિરતિ પણું અંગીકાર કર્યું અને કેટલાએક દેશવિરતિ થયા. પ્રભુને ગાશુભ વગેરે છેતેર ગણધર થયા.
શ્રેયાંશ પ્રભુ વિહાર કરતા કરતા પિતનપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવતાઓએ સામે શરણની રચના કરી. પ્રભુએ સામે શરણમાં પૂર્વના દ્વારથી પ્રવેશ કર્યો. ચૈત્ય વૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા કરી, અને “નમસ્તીથય” એમ કહી પૂર્વાભિમુખ સિંહાસનને પ્રભુએ અલંકૃત કર્યું.
રાજપુરૂએ ત્રિપૃષ્ઠવાસુદેવને ભગવંત શ્રેયાંશ પ્રભુઉદ્યાનમાં સમસયની વધામણી આપી. તે સાંભળી તુરતજ સિંહાસન પરથી ઉઠી પાદુકા તજી દેઈ પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિંહાસન પર બેસી પ્રભુના આગમનની વધામણી આપનારને સાડાબાર કેટી સોનૈયા બક્ષીસ આપ્યા. પછી ત્રિપૃષ્ઠવાસુદેવ માટી સમૃદ્ધિ યુકત, બલ મદ્ર સહિત પ્રભુને વંદન કરવા સામેસરણામાં આવ્યા. વિધિપૂર્વક પ્રભુને વંદન કરી પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુએ પચે પ્રમાણે દેશના આપી.
આ અપાર સંસાર સ્વયભૂ રમણ સમુદ્રના જેવું છે, તેમાં પ્રાણુ કમંરૂપી ઉમિઓથી ઉર્ધા અને તિછલકમાં ભમ્યા કરે છે. પવનથી જેમ પ્રસ્વેદ બિંદુ અને ઔષધથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરા વડે આઠ કમીનાં દળીયાં આત્મ પ્રદેશમાંથી ઝરી જાય છે. સંસારના બીજોથી ભરેલાં એવાં કર્મોની નિર્જરણા કરવાથી તેનું નામ નિર્જરા કહેવાય છે. તેના સકામ અને અકામ એવા બે ભેદ છે સમ્યકત્વાદિ ઉતરોત્તર ગુણવાનને
For Private and Personal Use Only