________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ ચંદરવાએ બાંધેલા હતા. અખા ભૂવનમાં સુગંધિ દ્રવ્યથી ધુપ કરવામાં આવ્યું હતું. તે ભૂવનને એવી રીતે શણગારેલું હતું કે, જાણે પૃથ્વી પર દેવ વિમાનની નકલ કરેલી ન હોય. ચેથા માળ ઉપર રાજાને માટે સિંહાસનની ગોઠવણ કરવામાં આવેલી હતી, ત્યાં રાજા પધાર્યો.
માતાએ શ્રેણિક પધાર્યાની, અને તેમને મળવા આવાને માટે ચેાથે મજલે ઉતરવાની પોતે જાતે જઈ શાલિભદ્રશેઠને ખબર કહી. શાલિભદ્ર માતાને કહ્યું, “હે માતાજી! આપ સર્વ બાબતમાં વાકેફગાર છે. મારે જાતે આવવાની જરૂર છે? જે કંઈ ચીજ હોય તે એગ્ય મૂલ્ય આપીને આ૫ ખરીદ કરી ?
ભદ્રાએ કહ્યું, “ભાઈ ! શ્રેણિક એ કોઈ વ્યાપારી નથી, પણ તે તે બધા લે કેની અને તમારો પણ સ્વામી, આ નગરનો રાજા છે.”
એ સાંભળી શાલિભદ્ર શેઠ ખેદ પામી ચિંતવવા લાગ્યા કે, મારાઆ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે ! મારે માથે પણ હજુ બીજે સ્વામી છે; માટે મારે સર્પની ફણા જેવા આભેગથી સર્યું. હવે તો હું શ્રી વીરપ્રભુના ચરાજુમાં જઈને સત્વર વત ગ્રહણ કરીશ.” એ પ્રમાણે તે વખતે શેઠને ઘણે સંવેગ પ્રાપ્ત થયો તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત રાજા શ્રેણિકની પાસે આવે, અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજાએ પણ તેમને આલિંગન કરી સ્વપુત્રવત્ પિતાના મેળામાં બેસાડયા. નેહથી ક્ષણવાર હર્ષમાં નિમગ્ન થઈ ગયા. પછી ભદ્રાશેઠાણીએ રાજાને વિનંતી કરી કે, હે દેવ !.આપ એને રજા આપે. એ મનુષ્ય છતાં મનુષ્યના ગંધથી બાધા પામે છે. તેના પિતા દેવ લેકમાં દેવ પણે ઉત્પન્ન થયા છે, તે સ્ત્રીઓ સહિત પોતાના પુત્રને દિવ્ય વેષ, વસ તથા અંગરાગ વિગેરે ભાગ્ય પદાર્થ પ્રતિદિન નવીન નવીન પુરા પાડે છે. રાજાએ શેઠને રજા આપી, અને સાતમી ભુમિકાએ ગયા.
શાલિભદ્ર શેઠ અને તેમની સ્ત્રીઓ દરરોજ નવીન નવીન
For Private and Personal Use Only