________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૦ શાસ્રાધ્યયન કરી, ઉગ્ર તપશ્ચર્યાનું આચરણ કરી, પ્રાંતે અનશન કરી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. આમાં વિહળ મુનિને દીક્ષા પર્યાય ફક્ત છ માસને છે. બાકીનાને વિશેષ છે.
આ તમામ મુનિઓ બાહ્ય અને અત્યંતર અને પ્રકારના તપની આચારણા ઉત્કૃષ્ટ રીતે કરી, મહાન કર્મ નિજર કરી, એકાવતારી થયા છે. કોઈ પણ જીવ નિર્જરા અને સંવર તત્વના આલંબન વિના, અનંતા કાલથી પ્રવાહ રૂપે ચાલતી આવેલી કમ રૂપ મલીનતાને, નિર્જરી શકે નહીં. જ્યાં આશ્રવને રાધ અને નિર્જરા તત્વનું શુદ્ધ સેવન હોય છે, ત્યાં સંવરતત્વ પણ સાથે હોય છે જ, સંવરતત્વનું સેવન સાથે હોય, તેજ નિજ તત્વનું ઉત્કૃષ્ટ આરાધન થઇ, કર્માવરણને નાશ કરી શકે. જે મહાશયે નવ તત્વનું સ્વરૂપ યથાર્થ સમજે છે, તેમના સમજવામાં આ વાત તૂર્ત આવશે. બીજાઓને નવાઈ લાગશે, અથવા આ કથન ઉપર શ્રદ્ધાન થશે નહી. આ વિષેય તત્વ શ્રદ્ધાનને છે, અને તત્વજ્ઞાનના અભ્યાસ વિના શ્રદ્ધાન ન થાય એ સ્વાભાવિક છે. જ્યારે જીવ નેશ્વર કથિત તત્વે ઉપર સમ્યક્ શ્રદ્ધાવાન બનશે, ત્યારેજ જૈન ધર્મના મર્મને સમજવાને તેનામાં રૂચી પેદા થશે. આ મર્મને સમજ્યા બાદ કર્મ સંજ્ઞા ઓછી કરવાની, અને જીવની સ્વત્તા પ્રગટ કરવાની ઈચ્છા થાય, તે જ નિર્જરા તત્વનું કઈને કઈ રીતે આરાધન કરવા તૈયાર થશે. ઈચ્છાને અમલમાં મુકનાર પ્રાણી અંશે અંશે સત્તા પ્રગટ કરતો ઉંચ કેટી પર આવતે જશે. ઉથ કેટી પર જવાને આજ રસ્તાનું મહાપુરૂષોએ આલંબન કરેલું છે, અને આપણું માટે પણ એજ હિતાવહ છે. વિજયપુર નગરના રાજા વિજયસેનને અજય અને વિજય
નામની બે રાણીઓ હતી. વિજયાના ઉપર શ્રી ધર્મદાસ રાજાને વિશેષ રાગ હતે. તે ગર્ભવતી ગણિ. થઈ. એ વાતની જયાને ખબર થવાથી,
પ્રસુતિ કાલ વખતે તેને જે પુત્ર થાય તે
For Private and Personal Use Only