________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણ ૪
આ ચાર ગતિમાંથી પેહલી ચંડાગતિ, ૨૮૩૫૮૦ બે લાખ ત્રિયાશીહજાર પાંચસેને એશી જન અને એક એજનના સાઠ ભાગ કરીએ તેના છ ભાગ ઉપર એટલા પ્રમાણવાલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને પહેલી ચંડાગતિ કહે છે.
બીજી ચપલાગતિ ૪૭૨૬૩૩ ચાર લાખ બહોતેર હજાર છસે ને તેત્રીસ જન અને ત્રીશ કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરે તે બીજ ચપલાગતિ કહે છે.
ત્રીજી જયણુગતિ દ૬૧૬૮૬ છ લાખ એકસઠ હજાર છસે ક્યાશી જન અને ચેપન કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને જમણુગતિ કહે છે.
ચેથી ગાગતિ ૮૫૦૭૦ આઠ લાખ પચાસ હજાર સાતસે ચાલીસ જન અને અઢાર કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરત ચાલે તેને વેગાગતિ કહે છે.
• આ ચારગતિના પ્રમાણુવાલા ડગલાથી ચાલી જે દેવના દેવ લેકમથી મનુષ્યલોકમાં આવવા સતત્ ચાલવા માંડે તે છ માસ સુધીમાં પણ આવી શકે નહી એટલું અંતર છે.
હરણીગમેષી દેવ, મનુષ્ય લેકમાં ઉપરની ચારગતિ કરતાં પણ દિવ્ય પ્રચંડ પવનથી ધુમાડે જાય એવી શીધ્ર દેવ યોગ્ય ગતિએ અસંખ્યાતા દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કરીને બ્રાહ્મણ કુંડ ગામમાં રૂષભદત્ત બ્રાહ્મગુને ઘેર જ્યાં દેવાનંદા બ્રાહ્મણ સુતી છે, તિહાં આવ્યા. પ્રથમ ભગવંતને પ્રણામ કર્યા પછી દેવાનંદા બ્રાહ્મણના સર્વ પરિવારને અવસ્થાપિની નિદ્રા આપીને, અશુભ પુગલે ને દૂર કરીને શુભ પુત્રને પ્રક્ષેપ કરીને વિનંતી કરીને ભગવંત આજ્ઞા આપે એ પ્રમાણે કહીને, દેવ પ્રભાવે ભગવંતને પીડા રહિત હાથમાં કરસંપુટમાં લઇને ક્ષત્રિય કુંડ નગરમાં સિદ્ધાર્થ : જાના મહેલમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણું છે ત્યાં લાવ્યા.
For Private and Personal Use Only