________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
ર૭ ભાવ ] મેતા પંડિતની શંકા. અને સકુલમાં જન્મ ઈત્યાદિ પુણ્યના ફળ છે, અને તેથી વિપરીત અલ્પ આયુષ્ય, કુરૂપ,નિર્ધનતા, વ્યાધિઓની પીડા અને નીચકુળમાં જન્મ ઇત્યાદિ પાપના ફળ છે. આ પ્રત્યક્ષ દેખાતા ભેદના હેતુ એનું મનન કરવાથી શંકાનું સમાધાન આપે આપ થઈ જશે. જે પુણ્ય અને પાપ જેવું જગતમાં કંઈ ન હોય, તે પછી જગતના છમાં જે તારતમ્યતા જોવામાં આવે છે, તે જોવામાં આવેજ નહી, અને બધાએ સમાન કેટીમાં હોય. પરંતુ તેમ તે છે જ નહી તેથી ખાત્રી થાય છે કે તે ત જગતમાં છે.” આવા પ્રકા૨ના પ્રભુના વચનથી અચળભ્રાતા પ્રતિબંધ પામ્યા, અને તેમણે શિવે સહિત ચારિત્ર અંગીકાર કર્યું. દશમા મેતાર્થ નામના પડિત છે. તેમના મનમાં એ
સંશય હતું કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવારૂપ મેતાર્ય પંડિતના પરલેક નથી, મતલબ પુનર્ભવ નથી; મનનું સમાધાન. કારણ કે ચિદાત્મરૂપ જીવનું સ્વરૂપ બધા
ભૂતના એક સંદોહરૂપ છે. તે ભૂતને અભાવ થતાં-વિખરાઈ જતાં જીવને પણ અભાવ થાય છે, તે પછી પરક કે પુનર્ભવ શી રીતે હોઈ શકે?” આ સંશય પાસે આવતાં પ્રભુએ તેમને કહી સંભળાવ્યું, અને પુછયું કે, તેમને એ સંશય છે એ વાત ખરી કે નહી?” પંડિતે નિગવિતપણે પ્રભુને જણાવ્યું કે, “આપે જે મહારા મનને સંદેહ જણાવ્યું, તેજ પ્રમાણે મારા મનમાં સંશય છે. ” પ્રભુએ તેમના સંશયનું સમાધાન કરતાં જણાવ્યું કે, “તમારો એ સંશય મિથ્યા છે. જીવની સ્થીતિ સર્વ ભૂતથી જુદી જ છે. કેમકે બધા ભૂતે (પંચમહાભૂત) એકત્ર થાય, તે પણ તેમાંથી કાંઈ ચેતના ઉન્ન થતી નથી તેથી જે જીવને ધર્મલક્ષણ છે, “જેતરના ક્ષrfas” તે પંચમહાભૂતથી જુદું છે. એ ચેતને લક્ષણવાળો જીવ. આયુષ્ય પુરૂં થયા બાદ શરીરથી જુદા પડી પરલોકમાં જાય છે, અને કેટલાક જીવને તે તે ભાવમાં પણ જાતિસ્મરણ વિગેરે કારણથી પૂર્વ
89
For Private and Personal Use Only