________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભવ.] સુલાસાની પરિક્ષા.
૫૪૩ નારેશ્વરના સમક્ષ પ્રભુએ સુલતાને પક્ષપાત કર્યો, તેનું શું કારણ? માટે હું તેની પરિક્ષા કરે.” - અંબડને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થયેલી છે. તેથી ઉપર પ્રમાણેના વિચારની સાથે જ તેણે પોતાનું રૂપ ફેરવી, તેના ઘરમાં પ્રવેશ કર્યો, અને ભિક્ષા માગી. સુલસાએ એ નિયમ કરેલ હતું કે, મારા હાથથી જે સુપાત્ર હોય તેને જ ભિક્ષા આપવી તેથી તેણીએ આ યાચના કરતા તપાસને ભિક્ષા ન આપી.
તે પછી સંબડ રાજગૃહ નગરીની બહાર જઈ, પૂર્વ તરફના દરવાજે બ્રહ્માનું ૫ વિકર્વને બેઠો. તેણે પદ્માસન વાળ્યું; ચાર બાહ અને ચાર મુખ કર્યા; બ્રહ્માસ્ત્ર, ત્રણ અક્ષસૂત્ર અને જટામુગટ ધારણ કર્યા, સાવિત્રીને સાથે રાખી, અને પાસે હંસનું વાહન ઉભું રાખ્યું. પછી ધર્મઉપદેશ કરીને સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, એમ માનનારા જનેનાં મન હરી લીધાં. આ ખબર સુલતાની સખીઓએ સાંભળી અને સુલસાને આવીને કહ્યું કે, આપણું નગરની બહાર સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, માટે ચાલે જોવા જઈએ. આ પ્રમાણે ઘણી રીતે લાવી, તેપણ મિથ્યાદ્રષ્ટિના પરિચયથી ભય પામી, તે સુલસાએ તેમને કંઇ ઉત્તર આપે નહિ, અને ત્યાં ગઈ નહિ.
બીજે દિવસે તે અંખડ દક્ષિણ દિશાના દરવાજા બહાર ગરૂડ પર બેસી, શંખ, ચક્ર, ગદા અને ખગને ધારણ કરી, સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ લઈને બેઠો. લોકોને વ્યામોહ કરનારા સાક્ષાત વિષ્ણુ પધાર્યાના ખબર સુલસાએ સાંભળ્યા, તે પણ સમ્યક્દર્શનમાં નિશ્ચલ એવી સુલસા ત્યાં ગઈ નહિ,
ત્રીજે દિવસે અંબડ પશ્ચિમ દિશાને દરવાજે શંકરનું રૂપ ધરીને બેઠો. તેમાં નીચે વૃષભનું વાહન રાખ્યું. લલાટે ચંદ્રને ધારણ કર્યો. પાર્વતીને પાસે રાખી. મૃગચર્મના વસ્ત્ર ધારણ કર્યા. ત્રણ લોચન કર્યો, શરીરે ભસ્મ લગાવી, ભૂજામાં ટીશુળ અને પિનાક
For Private and Personal Use Only