________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૧૨ કેધ કરી વખતે શ્રાપ પણ આપે છે. વખતે ક્રોધાવેશમાં તેને મારે છે, વધ કરે છે, કે મારવાનું નિયાણું કરે છે.
જ્ઞાનવાન કુટુંબ પ્રતિપાલના વ્યવસાયમાં મુકાઈ ન જતાં, તે પિતાનું સાધ્ય ઠેકાણે રાખે છે. તે વિચારે છે કે આ કુટંબાદિ મહારા આત્માથી અન્ય છે. તે આત્મહિતના કાર્યોમાં વિના કર્તા છે; એટલું જ નહિ પણ સંસારમાં તમામ કુટુંબ સ્વાર્થનું સગું છે. આવા વિચારથી સંસારીક કાર્ય કરતાં છતાં પ તે તેમાં લેવાત નથી. સાહિત્યમાં એક ઠેકાણે કહ્યું છે કે –
સમકિત ધારી જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ
અંતરંગ ન્યારે રહે, જેમ ધાવ ખીલાવત બાલ જેની માતા ગુજરી ગઈ છે, અથવા જેને ધાવણું આવતું નથી અથવા જે માતા પિતાનું સૈદર્ય ટકાવી રાખવા પોતાના બાલકને પોતે સ્તનપાન કરાવતી નથી એવા બાલકના ઊછેરના માટે રાખવામાં આવેલી ધાવ માતાઓ તે બાળકને બ હ્ય દેખાવમાં તેના ઊપર ઘણા હાવભાવ કરે છે, તેને લાડ લડાવે છે, તેને સુખમાં રાખવાને વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તે પણ તે અંતરંગમાં સમજે છે કે આ બાલક મહારે નથી. દેવ દર્શન, પૂજન, દાન, શીલ, તપ, ભાવા િધમસેવન, તીર્થયાત્રા, તથા દેશ અને સર્વ વિરતીને લાયકનાં સમ્યક અનુષ્ઠાન આરાધન પ્રસંગે જ્ઞાનવાન કેવલ આત્મવિશુદ્ધિ, આત્મહત, અને કર્મનિજાના હેતુનીજ ભાવના રાખે છે, ત્યારે અજ્ઞાની લેકિક કે લોકોત્તર પુગલીક સુખની વાંછા રાખે છે. કેવલ કર્મનિર્જરાના હેતુથી, કાંઈ પણ આશા શીવાય શુભભાવ અને ચઢતા પરિણામથી કેઈપણ જાતની સમ્યકિયાઅનુષ્ઠાનના સેવનથી, આત્મવિશુદ્ધિ રૂપ તાત્કાલીક લાભ થાય છે, એ જ્ઞાનીઓજ સમજી શકે છે.
પિતાના શુભ કૃત્ય અને સદગુણની પ્રશંસા જ્ઞાનીએ કદી પણ સ્વમુખે કરતા નથી. બીજાઓની પાસે કરાવવાની ઈચ્છા રાખતા
For Private and Personal Use Only