________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધથી જોડી
૨૭ ભવ ]
લગ્નવિચાર. પિતાના જીવનને ધન્ય માનતા, જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા.
પ્રભુ આસકિત રહિત સંસારીગ ભેગવતા, કેટલાક કાલ ગયા પછી પ્રભુ થકી યશોદા દેવીને નામ અને રૂપથી પ્રીય એવી પ્રીયદશના નામની પુત્રી થઈ. તેણીને મહા કુલવાનું અને સમૃદ્ધિવાન જમાળી નામે યુવાન રાજપુત્ર સાથે પરણાવી.
અહીં એટલી વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, પ્રભુ યુવાન થયા અને તેમને ભેગ સમર્થ જાણી તેમના માતા પિતાએ તેમનું લગ્ન કર્યું. યુવાવસ્થા પહેલાં લગ્ન કર્યું ન હતું. આ ઉપરથી નહાની ઉમરમાં યુવાવસ્થા પ્રાપ્ત થયા વગર અને ભેગ સમર્થ છે કે નહિ તેને વિચાર કર્યા શીવાય, પુત્રને લગ્ન સંબંધમાં જો દેનાર માતા પિતાએ ધડો લેવા જેવું છે. યુવાવસ્થા પ્રાપ્ત થતા પહેલા નહાની વયમાં પોતાની પ્રજાને લગ્ન સંબંધથી જોડી દેનાર માતા પિતા પિતાના અધિકારને દુરૂપયોગ કરે છે. પિતાની પ્રજા નિરોગી અને સશક્ત નિવડે તેવી તજવીજ રાખવી, અને તેમને લાયકની કેળવણી આપવી એ તેમની પહેલી ફરજ છે. એ મહત્વની ફરજ બજાવવા તરફ ઉપેક્ષા કરી લગ્ન વિધિને અગ્રપદ આપી દેવામાં તેઓ ખરેખર ભુલ કરે છે. એવી ભુલ ન થાય તેના માટે પ્રભુના આ ચરિત્ર ઉપરથી આપણે ધ્યાનમાં રાખવાનું છે.
ભગવંતને નંદીવર્ઝન નામના વડીલ ભાઈ હતા, અને સુદર્શના નામના બેન હતાં. ભગવંત મહાવીરની ઉમર અઠાવીશ. વર્ષની થઈ તે સંધિમાં તેમની માતા પિતા કાળ ધર્મ પામીને દેવલોકમાં ગયાં છે.
એક જુના પત્ર ઉપરના લેખને અનુવાદ શ્રી વીરશાસન માસિકના પુતક ત્રીજાના બારમા અંકના ટાઈટલ પેજ ઉપર એક મુનિએ પ્રસિદ્ધ કર્યો છે, તેમાં ભગવંતના કુટુંબી સંબંધીઓના આયુષ્યના અંગે નીચે પ્રમાણે વર્ણન છે.
22
થકારને હુકપ
અને
રાગી અને
For Private and Personal Use Only