________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
૨૭ ભવ. ] પાંચમું તથા છઠું લિંગ.
પ્રમત્તની પડિલેહણા વિગેરે ચેષ્ટા છ કાયની ઘાતકરનારી નીવડે છે, માટે સુવિહિત મુનિઓએ અપ્રમાદિ થવું જોઈએ.
પાંચમું લિંગ-શયાનુષ્ઠાનને પ્રારંભ.
સંઘયણ વિગેરેને અનુરૂપ શકયઅનુષ્ઠાનને કે જે બહુ લાભ આપનાર, અને ઓછા નુકશાનવાળું હોય, તેનેજ શ્રતના સારને જાણનાર સુમતિઓએ આરંભ કરે. જેમ તેને બહુ સાધી શકે, અને જેનાથી ખાસ કરીને અસંયમમાં પી ન જાય, તથા બીજા ઘણા જનને તેમાં પ્રવર્તાવી શકે, તે રીતે વિશેષ ક્રિયા કરવી. શકયમાં પ્રમાદ ન કર, અને અશકય કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી, એ રીતે શક્યારંભ થાય.એવા પુરૂષે એ રીતે વિશુદ્ધ ચારિત્રને વધારી શકે છે. જે કઈ ગુરૂની અવજ્ઞા કરીને, અશકય અનુષ્ઠાનને પણ કરવા માંડે, તે સભ્ય આરંભવાળ ન ગણાય, કેમકે તેમ કરવું એ મતિહ છે. આજ્ઞામાં વર્તવું એજ પ્રભુની મૂખ્ય આરાધના છે.
ગુરૂની આજ્ઞાએ શાસનની ઉન્નતિ કરનાર અને લબ્ધિ કે ખ્યાતિની અપેક્ષા નહિ રાખનાર સાધુનું અધિક તપ, કર્મ, તથા આતાપનાદિકનું કરવું, તે તે વીર્યાચારની આરાધના રૂપે હેઈને ફાયદાકારક જ થાય છે.
છઠું લિંગ ગુણાનુરાગ-શુદ્ધ ચારિત્રવાળાને ગુણોમાં નિયમ પ્રવર રાગ થાય છે. તેથી તે ગુણેને મલિન કરનાર ને ત્યાગ કરે છે. ગુણાનુરાગનું લિંગ પરમાં રહેલા લેશ ગુણને પણ મહાન ગુણની બુદ્ધિએ તે પ્રશંસે છે, અને લવ જેટલા દેષ વડે પોતાના ગુણેને નિર્ગુણ ગણે છે.
સંપ્રાપ્ત થએલા ગુણને પાળતા રહેવું, અધિક ગુણવાનને સ ગ થતાં પ્રમોદ પામવે, અને ભાવપૂર્વક ઉદ્યમ કરવે; કેમકે તેથી બહુ કિંમતી ગુણરૂપી રન્નેને પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
46
For Private and Personal Use Only