________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહર
શ્રી મહાવીરસવામી ચરિત્ર. ( પ્રકરણ ૨૪ કેટલાક કાળે ભેગાવળી કમને ઉદય થવાથી નંદિવેણ મુનિને કામ વિકાર ઉપન્ન થવા લાગ્યો. લોગની ઈચ્છા થવા લાગી. તેને રોકવા માટે તેમણે ઘણી ઉગ્ર તપસ્યા કરવા માંડી. આતાપના લેવા માંડી. તે પણ ઈંદ્રિનો વિકાર શાન્ત પામ્યો નહીં. તેથી ચારિત્રનું રક્ષણ કરવાના હેતુથી પર્વત પર ચઢી ઝુંપાપાત કરવાને તેમણે વિચાર કર્યો, અને અમલમાં સુક. તેવામાં શાસનદેવતાએ તેમને ઉપાડી લીધા, અને કહ્યું કે, “હે મહાનુભાવ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કમરને ક્ષય થશે? નહીં થાય, માટે આવા વૃથા વિચારે છેડી દે. તીર્થકરેને પણ ભેગકમ ભેગવ્યા વિના સર્વ કમને ક્ષય થતો નથી. તે તમારા જેવા માટે શું કહેવું ?” એ પ્રમાણે કહી દેવ અદ્રશ્ય થઈ ગયે. નંદિણમુનિ છઠ્ઠ અઠ્ઠમાદિક તપસ્યા કરતાં શુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરતા કરતા, એકદા છઠ્ઠના પારણાના દિવસે રાજગૃહી નગરીમાં ગયા. આહાર માટે નગરીમાં ફરતાં અજાણતાં એક ગણિકાના ઘરમાં જઈ ચઢયા અને ધર્મલાભ આપે. તે સાંભળી ગણિકા હસતાં હસતાં બોલી કે, “હે સાધુ! અમારે ઘેર તે અર્થ લાભની જરૂર છે, અને તમે તે રાંક અને ધનરહિત છે. અમારે તમારા ધર્મલાભનું કંઈ કામ નથી,” એમ મજાકમાં કહ્યું. આ વચન સાંભળતાં ભવિતવ્યતાના યેગે મુનિ પિતાનું લક્ષ્ય બિંદુ ચુકી ગયા. ગણિકાનું વચન સાંભળતાં જ તેમને અભિમાન આવ્યું. “અરે આ સ્ત્રી શું મારી મશ્કરી કરે છે? શું મારામાં કંઈ સત્વ નથી? હું તેને ચમત્કાર બતાવું.” આવા પ્રકારના ચારિત્રને નુકસાન કરનારા અશુદ્ધવિચારેએ તેમનામાં જેર કર્યું. મુનિઓને પ્રાત થએલી લબ્ધિઓને ઉપગ શાસન પ્રભાવના અને પરહિતના કામમાં કરવાનું છે. પિતા લાભ અથવા પરિસહથી બચવા માટે તેનો ઉપયોગ કરવાનો છે તે નથી. આ મુનિધમ આ વખતે તે ભૂલી ગયા. તે વખતે તે ગણિ કાના ઘરમાં મુનિના નજીકમાં ઘાસના તૃણ પડયાં હતાં, તેમાંથી
For Private and Personal Use Only