________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨ એજ નિયમાનુસાર જેમ જેમ જ્ઞાનાવરણીય અને ક્ષયે પશમ થાય છે, તેમ તેમ જ્ઞાન ગુણ પ્રગટ થતું જાય છે. જ્યારે સંપૂર્ણ આવરણને ક્ષય થાય છે, ત્યારે આત્માને અનંત જ્ઞાન ગુણ, સંપૂર્ણ પ્રગટ થાય છે, તેને જ કેવલજ્ઞાન કહે છે. એ કેવલજ્ઞાનમાં કઈ જાતને ભેદ નથી. તે એક જ પ્રકારે છે. જ્યારે કેવજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે તે કેવલજ્ઞાની સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ સમકાળે સાથે જાણે દેખે છે, તેમજ સર્વ કેવલજ્ઞાનીએ ને સરખું હોય તેમાં કંઈ પણ સમવિસમપણું કે તારતમ્યતા છેજ નહીં. આ કેવલજ્ઞાન ક્ષાયિક ભાવવાલું હોય છે, જ્યારે બાકીના ચાર જ્ઞાન લાપશમભાવવાલા છે. સૂર્યના ઉપરના વાદળના સમવિસમપણાના લીધે પ્રકાશમાં ભેદ પડે છે, તેમ જ્ઞાનાવરણીય કર્મના આવરણની વિસમતાના મતિજ્ઞાનાદિ મુખ્ય ભેદ અને તેના પેટા ભેદ પડેલા છે કેવલજ્ઞાની કાલોકમાં રહેલા પદાર્થોને હથેલીમાં રહેલી આમલાદિ ગેળ વસ્તુની માફક સંપૂર્ણ જાણી શકે છે. તે કેવલજ્ઞાની શીવાયના બાકીના જ્ઞાનીઓ જાણી શકતા નથી. તેઓ પોત પિતાના ક્ષપશમ પ્રમાણે જાણી શકે છે. કેવલજ્ઞાનાવરણીયનું આવરણ છતાં પણ અત્યાવરણદિકના ક્ષયોપશમે કાંઈક પ્રકાશ થાય છે, તેથી તે અત્યાદિકજ્ઞાન કહેવાય છે; અને સર્વ આવારણને ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન કહેવાય છે. તે વખતે બીજા જ્ઞાન કહેવાતાં નથી. કેવલજ્ઞાની દ્રવ્ય થકી સર્વ રૂપી અરૂપી, સર્વ દ્રવ્ય જાણે દેખે છે. ક્ષેત્ર થકી લોક અલેક સર્વ જાણે દેખે છે. કાલ થકી કેવલજ્ઞાની સર્વ અતીત અનાગત અને વર્તમાન, એટલે ભુત ભવિષ્ય અને વર્તમાનકાલ સમકાલે જાણે દેખે છે ભાવ થકી કેવલજ્ઞાની સર્વ જીવ અજીવના સર્વ ભાવ જાણે દેખે છે. તેથી તે કેવળ એકજ છે.
મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનમાં પ્રથમ મતિજ્ઞાન છે. મતિજ્ઞાની સન્મુખ રહેલા નિયત પદાર્થને જાણે છે તેથી તેને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનને અભિનિબેવિકજ્ઞાન પણ કહે છે. મતિજ્ઞાન ઇન્દ્રિય
For Private and Personal Use Only