________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] અનાથી મુનિને વૃત્તાંતે.
પપ વજને, મારી પાસે બેસીને રૂદન કરતા હતા, અને ભેજનને પણ ત્યાગ કરી મારી પાસે બેસી રહેતા હતા. પરંતુ તેઓ મહારા દુઃખને નાશ કરી શક્યા નહી. તેજ મારી અનાથતા છે. ત્યાર પછી મેં એ વિચાર કર્યો કે, આ અનાદિ સંસારમાં આ કરતાં પણ અધિક વેદના અનેક વખત સહન કરી હશે, પણ આજે આટલી વેદના પણ સહન કરી શકતું નથી, તે હવે આગામી કાળે અનાદિ સંસારમાં આવી વેદના કેમ સહન કરીશ? માટે જે હું ક્ષણવાર પણ આ વેદનાથી મુકત થાઉં, તે તરતજ પ્રવજ્યા ગ્રહણ કરૂં, કે જેથી આગામીકાળે આવી વેદના સહન કરવી પડે નહી. હે રાજા! આ પ્રમાણે વિચાર કરતાં હું સુઈ ગયે, અને તૂર્ત જ મારી વેદના શાંત થઈ ગઈ. તેથી ચેગ અને ક્ષેમને કરનાર હોવાથી આ આત્માજ નાથ છે, એ નિશ્ચય કરી, મેં પ્રાતઃકાળે સ્વજનેને સમાવી, તેમની રજા લઈને, ચારિત્ર અંગીકાર કર્યું છે. તેથી હવે હું મારે તથા બીજા ત્રસાદિક જવાને પણ નાથ થયે છું. કેમકે ગક્ષેમ કરનાર આત્મા જ છે. વળી હે રાજા ! જેઓ પ્રવજ્યા ગ્રહણ કરીને અતિ પ્રમાદને લીધે પાંચ મહા Aતેનું પાલન કરતા નથી, રસોને વિષે વૃદ્ધ રહે છે, અને ઇન્દ્રિએને નિયમમાં રાખતા નથી, તેઓને જિદ્રોએ અનાથ કહેલા છે.”
આ પ્રમાણે મુનિએ પિતે અનાથ શી રીતે છે, તેનું સ્વરૂપ સમજાવ્યું. રાજા અત્યંત ખુશી થયા, અને હાથ જોડીને કહ્યું કે,
હે મુનિરાજ ! આપે મને સનાથ અને અનાથપણાનું રહસ્ય કહ્યું તે ખરેખર સત્ય છે. આપ મનુષ્ય જન્મ પામ્યા તે સફળ છે; આપે શ્રી જિનેશ્વરને ધર્મ અંગીકાર કર્યો છે, તેથી આજ સનાથ છે; વળી આપે જ્યારથી ચારિત્ર લીધું ત્યારથી તે આપ સ્થાવર અને જંગમ એવા અનાથ પ્રાણીઓના નાથ થયા છે. હું અપરાધ નાશ કરવા આપને ખમાવું છું.” ઈત્યાદિ કહી ભક્તિ પૂર્વક તેમની
સ્તુતિ કરી, રાજા ધર્મમાં અનુરક્ત થઈ, પાતાના અંતાપુર અને પરિવાર સહિત પિતાની નગરીમાં આવ્યા.
For Private and Personal Use Only