________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rવા આવી
છે અને સાક્ષાવિક છે
૧૮
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર, [ પ્રકરણ ૨૭ પુંડરીકે તેને ઘણું સમજાવ્યું, પણ કુંડરીકના માનવામાં તે વાત આવી નહિ. છેવટે પુંડરીકે કુંડરીકને કહ્યું કે, “હે ભાઈ ! ઇક્રિયે બહુજ દુર્ભય છે. મન સદા ચંચલ છે. તારૂણ્યવય વિકારનું ધામ છે, અને પ્રાણીને પ્રમાદ તે સ્વાભાવિક છે. વળી પરિસહ તથા ઉપસર્ગો સહન કરવા દુસહ છે. તેથી તારે દ્રઢ પ્રતિજ્ઞાવાળા થવું પડશે, કેમકે દિક્ષા પાળવી ઘણી દુષ્કર છે. તેથી હાલ ગૃહસ્થ ધર્મ લાયક શ્રાવકના વ્રત ગ્રહણ કર, અને તેના પાલન પૂર્વક રાજ્ય કર, અને યૌવનવય ગયા પછી, દીક્ષા લેજે. એમ કરવું ઘણું યેગ્ય છે.”
કુડનકે કહ્યું, “ભાઈ ! આપે કહી એ વાત સત્ય છે. પણ હું જે છે તે મારે પ ળવું જોઈએ. માટે હું તે જરૂર દીક્ષા ગ્રહણ કરીશ. ” એ પ્રમાણે કહીને કુંડરીકે દીક્ષા ગ્રહણ કરી. પંડરીકે મંત્રિઓએ નિવાર્યા એટલે તે ભાવ યતિના ભાવમાં, ગૃહસ્થપણામાં રહી રાજ્ય ચલાવવા લાગ્યા.
કુંડરીક વિવિધ પ્રકારના તપથી શરીરને કલેશ પમાડતે. હતું, તેમજ સામાચારીને બરાબર પાળતું હતું. તેથી તે બીજા સાધુઓને પ્રીય થઈ પડશે. એક વખત વસંત ઋતુ આવતાં ચારિત્રા વરણીયકર્મના ઉદયથી કુંડરીકનું મન ચલિત થયું તેના મનમાં વિચાર થયે કે, “મહારે આ દીક્ષાથી સર્યું. મારો ભાઈ જે પ્રથમ મને રાજ્ય આપતે હતો, તે હું ગ્રહણ કરીશ.” આવા પ્રકારના વિચારે કરી ભગ્ન ચિત્તે તત્કાળ તે પિતાની રાજ્ય ધોનીની નગરીએ આ. ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે લીલાપત્ર વિગેરેના શીતળ સંથારા ઉપર આલેટવા લાગે, અને પિતાની ઉપાધી ઝાડ સાથે લટકાવી દીધી. ઉદ્યાનપાલકની મારફત પોતાને આવવાના સમાચાર રાજાને પહોંચાડયા; એટલે રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું, અને તેમને વંદના કરી. ઉપધીને ઝાડ સાથે લટકાવેલી અને લીલાપત્રો ઉપર સંથારે કરેલે જોઈ, મુનિયણુમાંથી ચલિત થયાનું અનુમાન રાજાએ કર્યું. રાજાએ પોતાના મંત્રિને કહ્યું કે, “તમને યાદ છે કે, જયારે
For Private and Personal Use Only