________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ બુદ્ધિશાળી પણ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા એ સ્વપર કલ્યાણકારી છે, એ આ ઉપરથી નિશ્ચીત થાય છે. આ દુષમ કાળના મહિમાથી કહે કે, ચારિત્ર મેહની કર્મના ઉદયથી કહા, ગૃહસ્થ ધામે આગમને આશ્રય લઈ, તેના બહાના નીચે જગતમાં સુધારા કરવાની ભાવનાવાલા છે. તેઓએ પ્રથમ તે પિતાની જાતનેજ સુધારે કરવું જોઈએ. અભયકુમારે પોતાની જાતના સુધારા માટે રાજ્યની પણ દરકાર કરી નથી. જેઓ પિતાની જાતને સુધારવાને સમર્થ નથી, તેઓ બીજાને શું સુધારનાર છે? તેઓના ઉપદેશની વાસ્તવિક શું અસર થવાની છે. ઉલટું અજ્ઞાનને ઘેલા થઈ પ્રભુના શુદ્ધ માગને મલીન કરવાના નિમિત્ત કારણ રૂપ કેટલીક વખત બને છે. પ્રભુના વચનઆજ્ઞા-ઉપર દ્રઢ વિશ્વાસ રાખનાર, અને શક્તિ પ્રમાણે શુદ્ધ આચારનું પાલન કરનારજ સ્વાર કલ્યાણ કરવાને શક્તિવાન બને છે. અભયકુમારના જીવનમાં તેમના શુદ્ધ વર્તનના બલથી કેટલા બધા જ પ્રતિબોધ પામેલા છે, એ તેમના ચરિત્રથી જણાઈ આવે છે. પાપિષ્ટ અને હિંસક કસાઈને ધંધો કરનાર પુત્ર પણ, તેમની સેબતથી પિતાનું જીવન સુધારે છે, એ કેવળ તેમના શુદ્ધચરણનેજ મહિમા સમજવાને છે. પ્રભુ મહાવીરના સહવાસમાં આવેલા જેજે રાજાઓ અને રાજકુમારો તથા મોટા મોટા ધનઢયે, તેમને ઉપદેશ પામી પોતાનું આત્મકલ્યાણ કરવાને તત્પર થઈ, જેવી રીતે આત્મ કલ્યાણ કરી ગયા છે, તેવી જ રીતીનું અનુકરણ કરી, પ્રભુના વચને ઉપર વિશ્વાસ રાખી જીવનને સુધારવાને પ્રયત્ન આદરીશું, તેજ આપણે આપણા જીવનને ઉંચ કેટીના રસ્તા ઉપર ચઢાવવાને શક્તિમાન થઈશું. • અપાપા પુરીના રાજા હસ્તિપાલે ભગવંતની છેલ્લી દેશના
સાંભળી અને તે રાત્રે સ્વમમાં હાથી, કપિ, હસ્તિપાલ રાજા ક્ષીર, વાળ વૃક્ષ, કાક પક્ષી, સિંહ, કમળ, ની દીક્ષા. બીજ, અને કુંભ એ આઠ વસ્તુ જોઈ.
For Private and Personal Use Only