________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ જેનાથી પ્રાપ્ત થઈ હોય, તેમજ પદ-વચન અલંકાર સહિત ઉચે સ્વરે નિરંતર બોલતાં પણ જેનાથી ઘાંટે બંધ પડે નહી, તેને વાગબલી લબ્ધિ કહે છે. વીયતરાય કમના ક્ષપશમ થકી એવું પ્રબળ બળ પ્રાપ્ત થાય કે બાહુબલીની પેઠે કાગે રહેતાં વષકાળ પણ શ્રમ રહિત હોય, તેને કાયબલી લબ્ધિ કહે છે. ઘણુ કમના ક્ષપશમ થકી પ્રજ્ઞાને પ્રકષ ઉદય થાય, અને જેના પ્રભાવથી દ્વાદશાંગી ચઉદ પૂર્વાધિક શ્રતને ભણ્યા વિના જ, જે રીતે ચઉદ પૂર્વના ધારક મુનિએ અર્થની પ્રરૂપણ કરે તેમની પેઠે, મહા કઠીન વિચારને વિષે પણ જેનાથી અતિ નિપૂણ બુદ્ધિ થાય, તેને પ્રાશ્રમણલબ્ધિ કહે છે. વિદ્યાધરભ્રમણ મુનિની વિદ્યાના બળે એવી શક્તિ હોય છે કે, તેઓ પિતે દશ પૂર્વકૃત ભણ્યા છે, અને રોહિણીપ્રજ્ઞપ્તિ ઈત્યાદિ મહાવિદ્યાના પ્રભાવથી, આરીસા માંહે અંગુઠીવડે ભીંત ઉપર દેવને અવતારી ( આલેખી), પછી તેમને પુછી સમસ્ત કાળને નિર્ણય કરી શકે છે. ઇત્યાદિક ઘણા પ્રકારની લબ્ધિઓ છે. - જેમને સિદ્ધપણું પ્રાપ્ત થવાનું છે, તેમને ભવસિદ્ધિ કહે છે. જે ભવસિદ્ધિ પુરૂ છે, તેઓ ઉપર જણાવેલી તમામ લબ્ધિના અધિકારી છે. તેમને એ લબ્ધિઓ થાય.ભવસિદ્ધિ સ્ત્રીઓને ઉપર જણાવેલી લબ્ધિઓ પૈકી, ૧ અરિહંત ૨ ચક્રવતિ ૩ વાસુદેવ ૪ બળદેવ ૫ સંભિન્નશ્રોત ૬ વિદ્યાચારણાદિક ૭ પૂર્વ૮ગણધર ૯ પુલાક અને ૧૦ આહારક શરીર કરવાની લબ્ધિ, આ પ્રમાણેની દસ શીવાય બાકીની અઢાર લબ્ધિ પ્રાપ્ત થાય. શ્રી મલિનાથ ભગવંતને સ્ત્રી પણે તીર્થંકરપણું પ્રાપ્ત થયું, તે તે આશ્ચર્યકારક બનાવમાં આવે છે. અભવ્ય સ્ત્રી પુરૂષને ઉપરની દશ અને તે શીવાય કેવલી લબ્ધિ, રૂજુમતિ લબ્ધિ, વિપુલમતિ લબ્ધિ, એ તેર લબ્ધિ પ્રાપ્ત ન થાય તેમજ મધુ આશ્રવ અને ખીરાઠવા એ લબ્ધિ પણ પ્રાપ્ત ન થાય અને બાકીની પ્રાપ્ત થાય અને ન પણ થાય.
ઉપર જણાવેલી લબ્ધિઓના ટુંક વિવેચન ઉપરથી લબ્ધિ
For Private and Personal Use Only