________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ આરંભ કરનાર તીર્ઘદશિ ગણી શકાય. તે પુરૂષ આલોકસંબંધીસાંસારિક-કાર્યને પણ પરિણામિકીબુદ્ધિવડેજ આરંભ કરે છે. - ૧૬ વિશેષજ્ઞ– વિશેષજ્ઞ પુરૂષ) વસ્તુ એટલે સચેતન અચેતન દ્રબ્ય-પદાર્થો-અથવા ધમધમના હેતુઓ, તેના ગુણે અને દેને, અપક્ષપાત-મધ્યસ્થ ભાવથી વિચાર કરનાર, તે પુરૂષજ વસ્તુને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખી જાણી શકે છે જે પુરૂષે પક્ષપાતી હોય છે, તે દેને ગુણે માની લે છે, અને ગુણેને દોષ માની લે છે. મતલબ એ છે કે, સારાનરસાને જાણનારાજ ઉત્તમધમને લાયક થઈ શકે છે.
૧૭ વૃદ્ધાનુગ–અવસ્થાવાન પુરૂષ પરિપકવ બુદ્ધિવાળે વિવેક વિગેરે ગુણેથી યુક્ત હોય છે.
તા: શ્રત-વૃત-થાન-વિજય-સંઘર્ષ
ये वृद्धा स्तेत्र शस्यंते, न पुनः पलितां कुरैः ॥ १॥ જેઓ તપ, ધૃત, ધૈર્ય, ધ્યાન, વિવેક, યમ, અને સંયમથી વધેલા હોય તેઓને વૃદ્ધ જાણવા નહિ કે જેમને ઘેાળા વાળ આવ્યા હોય તે વૃદ્ધ કહેવાય.
ખરા તત્વરૂપ કસોટીથી પ્રગટેલું, અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું, જ્ઞાનમય તત્વ જેમણે મેળવ્યું હોય, તેમને પંડિત જને વૃદ્ધ ગણે છે.
પ્રાપ્ત થએલા મનહરનાર વિષ વડે જેનું વૈર્ય તુટે નહિ, જેમના સદાચાર સંબંધી સ્વમમાં પણ કેઈ વિરૂદ્ધ બેલી શકે નહિ, તેવા ભાગ્યશાળી પુરૂષ યૌવન છતાં પણ વૃદ્ધની કોટીમાં આવે છે.
પુરૂષ પાકી બુદ્ધિવાળો હોવાથી પાપાચારમાં નહિ જ પ્રવતે, તેથી તેની પાછળ ચાલનાર હોય તે પણ પાપાચારમાં નહિ પ્રવર્તે, કેમકે તે મત પ્રમાણે ગુણ આવે છે.
ઉત્તમ ગુણુવાનની સોબત શીળહીનને પણ શીળવાન કરે છે; જેમકે મેરૂ પર્વતપર ઉગેલું ઘાસ પણ સોનારૂપે થઈ જાય છે.
For Private and Personal Use Only