________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર { પ્રકરણ ૨૦ આલોચના કરી તથા પ્રતિક્રમીને, એક માસનું અનશન કરી પ્રાંતે બ્રહ્મનામના પાંચમા દેવલોકમાં દશસાગરેપમની સ્થીતિવાળા દેવ થયા.
ત્યાંથી આયુષ્ય ક્ષય થયે ચ્યવને, તે મહાબળ મુનિને જીવ વાણીજ્ય નામના ગામમાં કોઈ મોટા શ્રેષ્ટિને ઘેર સુદર્શન નામે પુત્ર પણે ઉપ્તન થયો. અનુક્રમે યુવાવસ્થા પાપે, એક વખત ભગવંત મહાવીર પ્રભુ તે નગરના ઉદ્યાનમાં સમેસર્યા. તે સમાચાર સાંભળી પ્રભુને વાંદવા ગયો. તે વખતે પ્રભુ સમયથી આર. ભીને સર્વકાળના સ્વરૂપનું નિરૂપણ કરતા હતા. તે સાંભળીને વિસ્મય પામેલા સુદર્શન શ્રેષિએ પ્રભુને પુછયું કે, “હે ભગવંત! કાળ કેટલા પ્રકાર છે ?” સ્વામીએ જવાબ આપે કે, “હે સુદર્શન! કાળ ચાર પ્રકારનો છે. પ્રમાણુ કાળ, યથાયુનિવૃતિ કાળ, મૃત્યુકાળ, અને અદ્ધાકાળ. પ્રમાણુકાળ બે પ્રકાર છે. ચાર પહેરને દિવસ અને ચાર પહેરની રાત્રી વિગેરે. નારકી અને અને દેવગતિના છે, જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું હોય, તે પ્રમાણે પુરેપુરું ભગવે, તેને યથાયુનિવૃતિ કાળી કહે છે. જીવ શરીરમાંથી
દે પડે, અથવા શરીર જીવથી જુદું પડે, તે મૃત્યકાળ કહેવાય છે. અદ્ધાકાળ ઘણા પ્રકાર છે, સમયકાળ અને આવલીકા કાળથી આભને ઉત્સર્પિણી અવસર્પિણી સુધીનો સર્વકાળ અધાકાળ કહેવાય છે.” આ પ્રમાણે સાંભળીને સુદર્શન શેઠે ભગવંતને પુછયું કે, “હે જાગવાન્ ! પલ્યોપમ અને સાગરોપમ જે માટે કાળ શી રીતે પૂર્ણ થાય ? હે સુદર્શન ! પૂર્વે તે પણ તેવા કાળને અનુભવ કરે છે. એમ કહી પ્રભુએ વિશેષ રીતે જણાવ્યું કે, પૂર્વ ભવમાં તમે બ્રહ્મદેવલોકમાં દશસાગરોપમના આયુષ્યવાળા દેવ હતા.” ઈત્યાદિ તેમના પૂર્વ ભવન વૃત્તાંત પ્રભુએ કહી બતાવ્યું.
પિતાનું પુર્વભવનું ચારિત્ર સાંભળીને શેઠને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી ચૌદ પુર્વને અભ્યાસ
For Private and Personal Use Only