________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ રાજી રહેતું નથી, પણ તેને તે ખાસ કરીને શુભ ભોજનનીજ લાલસા રહે છે.
(૨) અતૃપ્તિ જ્ઞાન અને ચરણમાં શ્રદ્ધાના યોગે કરીને કદાપિ તૃપ્તિ ન પામે; અને વૈયાવૃત તથા તપ વિગેરેમાં પોતાના વીર્ય પ્રમાણે યત્ન કરે. જ્ઞાન અને ચારિત્રના વિષે, જેટલાથી સંયમાનુઠાન ચાલે, તેટલું ભણી લીધું છે એટલે બસ છે, એમ ચિંતવીને જ્ઞાનાદિમાં પ્રમાદિ ન થાય; પણ નવીન શ્રતસંપદા ઉપાર્જન કરવાને વિશેષ ઉત્સાહવાળે રહે. એટલે કે જેમ જેમ અતિશય રસ પ્રસરવાની સાથે અપૂર્વશ્રત અવગાહે તેમ તેમ મુનિ નવા નવા સંવેગ શ્રદ્ધાથી રાજી થયા કરે. શ્રતને અથ' જીનેશ્વરએ કહેલે છે, અને મહાબુદ્ધિવંત ગણુધરેએ સૂત્રમાં તેની રચના કરેલી છે. તે સંવેગાદિક ગુણેની બુદ્ધિ ઉપજાવનાર અને તીર્થંકરનામકમ બાંધવાનું કારણભૂત, નવીન જ્ઞાનનું હમેશાં વિધિપૂર્વક સંપાદન કરતા રહેવું જોઈએ.
વળી ચારિત્રની બાબતમાં વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમસ્થાન પામવા માટે, સદ્ભાવપૂર્વક સઘળું અનુષ્ઠાન ઉપગ સહિત કરવું કારણ કે અપ્રમાદે કરેલા સાધુના સઘળા વ્યવહાર ઉત્તરોત્તર સંયમની પ્રાપ્તિ કરાવી કેવળજ્ઞાન પમાડે છે.
(૩) શુદ્ધ દેશના–સુગુરૂની પાસે રૂદ્ધ રીતે સિદ્ધાંતના પદેને તત્વાર્થ જાણીને, તેમની અનુજ્ઞા મેળવી, સુજ્ઞપુરૂષે મધ્યસ્થ રહી દેશના આપવી. પાત્રનું સ્વરૂપ ઓળખી, તેના અનુગ્રહના કારણ એવા ભાવને વધારનારું, સૂત્રમાં જે કહેલું હોય તેટલું જ પ્રરૂપવું. ઉન્માર્ગનું વજન કરવું. કેઈ પણ દાનપાત્રમાં આપ્યું હોય, તેજ તેના દેનારાઓને હિતકારી થાય છે, નહિં તે અનર્થ કરનારૂ થઈ પડે છે. સૂત્રદાન તો બધા કરતાં ઉત્તમ છે, માટે આ શ્રુતદાનને તે ખાસ કરીને તત્વજ્ઞ પુરૂષાએ અપાત્રમાં નહી આપવું, એ જ વિશુદ્ધ દેશના છે.
દેશના આપનારે પ્રથમ ગીતાર્થ આચાર્ય પાસે, પુવોપર
For Private and Personal Use Only