________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ રર શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ આરૌદ્રધ્યાન મંદ મંદતર થતું જાય છે. જેમ જેમ દેશવિરતિપણું અધિક થતું જાય છે, તેમ તેમ ધર્મધ્યાન અધિક થતું જાય છે. પરંતુ તે મધ્યમરૂપે જ રહે છે, ઉત્કૃષ્ટ ધર્મધ્યાન દેશવિરતિપણામાં હેતું નથી. ઉત્કૃષ્ટ ધર્મધ્યાન થઈ જાય તે સર્વવિરતિપણું થઈ જાય.
ગૃહરથને લાયકના ન્યાયસંપન્નાદિ પાંત્રીશ ગુણ, અક્ષુદ્રાદિ એકવીશ ગુણ, તથા સમ્યકત્વમુલ બારવ્રતનું સ્વરૂપ વિસ્તારથી સમજીને, તેને આદર કરે એજ ગૃહસ્થ ધર્મનું ભૂષણ છે. એ દરેક વિષયના વિસ્તારના સ્વરૂપને બતાવનાર સવતંત્ર ગ્રંથ, જેવાકે શ્રાદ્ધગુણવિવરણ, ધર્મરત્નપ્રકરણ ભાગ ૩, ધર્મસંગ્રહ, જૈનતત્વદર્શ, આત્મપ્રધ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વિગેરે ઘણા ગ્રંથે છે, તેને અભ્યાસ કરવાની અને વાંચી મનન કરવાની ખાસ ભલામણ છે.
શ્રાવકની અગીઆર પ્રતિમાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧ દર્શન સમક–પ્રતિમા–એક માસ સુધી શંકાદિ ષ તથા રાજાભિગ આદિ છ આગાર રહિત કેવળ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવાથી પહેલી પ્રતિમા વહન કરાય છે.
૨ બે માસ સુધી અતિચાર રહિત, અને પ્રમાદ વર્જિતપણે વ્રતને ધારણ કરવાથી, તથા સમ્યકત્વને ધારણ કરવાથી બીજી પ્રતિમા વહન કરાય છે.
૩ ત્રણ માસ સુધી ઉપરની બે પ્રતિમા સહિત પ્રતિદિન ઉભય સંધ્યા સામાયિક કરવાથી, ત્રીજી પ્રતિમા ધારણ કરી શકાય છે.
૪ ચાર માસ સુધી ઉપરની ત્રણ પ્રતિમા સહિત પ્રત્યેક માસે છ પર્વને વિષે ચાર પ્રકારે પૌષધ કરવાથી ચોથી પ્રતિમા વહન કરી શકાય છે.
૫ પાંચ માસ સુધી સ્નાન રહિત દિવસે પ્રકાશવાળા ભાગમાં ભજન કરતાં અને રાત્રે સર્વથા ભેજનો ત્યાગ કરતાં, પહેરવાના
For Private and Personal Use Only