________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ગોવાલનો ઉપસર્ગ.
૨૦૧ ઉત્તમ સુગંધી દ્રવ્યથી લેપ કર્યો હતે, તથા ઉત્તમ સુગંધીવાળા પુષ્પથી પ્રભુની પૂજા કરી હતી તેની સુગંધ ચાર મહીનાથી અધિક કાળ સુધી પ્રભુના શરીરપર રહી હતી. તે સુગંધથી ખેંચાઇને ભમરાઓ આવીને પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક મુગ્ધ યુવકે પ્રભુની પાસે સુગંધી માગતા, પણ પ્રભુ તે મૌન રહેતા. તેથી તેઓ કૌધાયમાન થઈને પ્રભુને આકશ ઉપસી કરતા હતા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભત રૂપવાળા તથા સુગંધ યુક્ત શરીરવાળા જેઈને, કામાતુર થઈ અનુકુળ ઉપસર્ગ કરતી હતી. પ્રભુ તે મેરૂની જેમ સ્થિર રહી સઘળું સમભાવ પૂર્વક સહન કરતા અને ઈર્થીસિમિતિશોધન પૂર્વક વિહાર કરતા.
જે દિવસે દિક્ષા અંગીકાર કરી, તે દિવસે વિહાર કરી છે ઘી દિવસ બાકી હતું, ત્યારે પ્રભુ કુમાર નામના ગામે પહોંચ્યા. રાત્રિએ તે સ્થળે નાસિકાના અગ્રભાગપર નેત્રની દષ્ટિસ્થાપન કરી, બે ભુજ લાંબી કરી, કાત્સર્ગ ધ્યાનમાં પ્રભુ રહ્યા, તે સમયે કઈ ગોવાળ આખે દિવસ બળદને હાંકી તેજ ગામની સીમમાં,
જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં આવ્યું. સંધ્યાને વખત થયો હતો, તેથી બળદને પ્રભુની પાસે મુકીને ગોવાળ ગાયે દેહવા ગામમાં પિતાના ઘેર ગયે. આખા દિવસના ભૂખ્યા નિરંકુશ બળદે ચરતા ચરતા વનમાં આગળ ચાલ્યા ગયા. ગામમાં ગએલે ગોવાળીએ ગાને દેહીને પાછો તે સ્થળે આવ્યું, ત્યારે પિતાના બળદોને
ત્યાં જોયા નહી, પ્રભુને બળદે કયાં ગયા છે ? તે સંબંધે પુછયું; પણ તેમની પાસેથી કાંઈ ઉત્તર મળે નહીં, તેથી બળદેની શોધ માટે તે પણ વનમાં ગયે. જે તમ્ફ બળદો ગએલા તેની બીજી તરફ તે શોધવા માટે ગયે, તેથી તે બળદને પત્તા મળે નહીં. આ તરફ બળદે ચરતા ચરતા ધરાઈ રહ્યા, અને થી રાત્રી બાકી રહી તે વખતે પાછા જ્યાં પ્રભુ કાત્સગ ધ્યાને ઉભા હતા ત્યાં આવી, બેસી વાગેલવા લાગ્યા. ગોવાળ આખી રાત શોધ કરી,
26
For Private and Personal Use Only