________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ નથી. એજ નિયમાનુસાર ભગવતે પણ કેવલજ્ઞાન થતા સુધી કેઈને ઉપદેશ કરેલ નથી.
ભગવંતે દીક્ષા લીધા પછી નીચે પ્રમાણે પાંચ નિયમ (અભિગ્રહ) ધારણ કર્યા હતા,
૧ જ્યાં અપ્રીતિ થાય ત્યાં તેને ઘેર વસવું નહી. ૨ જ્યાં રહેવું ત્યાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરીને જ રહેવું. ૩ પ્રાયમીનાવસ્થામાં રહેવું. ૪ કરપાત્રવડે ભેજન કરવું. પાત્રો વાપરવાં નહી. પ ગૃહસ્થને વિનય કરે નહી.
આ અભિગ્રહ ધારણ કરવાનો પ્રસંગ નીચેના કારણુથી પ્રાપ્ત થયો હતે.
દીક્ષા લીધા પછી વિહાર કરતા મેરાક નામના ગામ પાસે આવ્યા. તે નજીકના પ્રદેશમાં દુઈજજતક જાતિના તાપસે રહેતા હતા. તે તાપસને કુલપતિ પ્રભુના પિતાને મિત્ર હતું, તે પ્રભુની પાસે આવ્યું. તેની પ્રાર્થનાથી એક રત્રી પ્રતિમાઓ ત્યાં રહ્યા. પ્રાતઃકાલે વિહાર કરતી વખતે વર્ષાકાળમાં ત્યાં પધારવા કુલપતિએ વિનંતી કરી. તેના અતિ આગ્રહથી પ્રભુએ તેની વિનંતી સ્વીકારી. વિહાર કરતા કરતા વર્ષાકાળ નજીક આવે, ત્યારે પોતે આપેલા વચન પ્રમાણે તે તાપસના આશ્રમમાં પ્રભુ આવ્યા. કુલપતિએ ભત્રિજાપણાના સ્નેહને લીધે, તૃણથી આચ્છાદિત કરેલું એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું. તેમાં વડવાઈવાળા વટ વૃક્ષની જેમ જાનું પર્યત લાંબી ભૂજાવાળા પ્રભુ મનને નિયંત્રીત કરીને પ્રતિભાધારી પણ રહ્યા.
આશ્રમની તથા ગામની ગાયે વર્ષાકાળની શરૂઆતમાં નવીન ઘાસ થએલા નહી હેવાથી આશ્રમના ઝુપડાંના ઘાસને ખાવા આવે એ સ્વભાવિક છે. તેમ તે ગાયોને આશ્રમમાં રહેનાર તાપસે હાંકી
For Private and Personal Use Only