________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. 3 વીર જન્મ અને ઇંદ્ર ભક્તિ. ૧A
તીર્થકરના જન્મ વખતે નારકીના છને પણ એક મુહૂર્ત સુધી શાતા રહે છે, તેમજ સ્થાવર નું છેદન ભેદન થતું નથી; તેથી તેમને પણ સુખ થાય છે તજ પ્રમાણે ભગવંતના જન્મ વખતે નારકીના જીવન અને સઘળા સ્થાવર જીવને શાતિ થઈ. તે વખતે છપન દિગકુમારીઓ, પિતાનાં આસન ચલાયમાન થતાં, ભગવંતના જન્મને જાણીને આનંદ પામી; અને પ્રભુના જન્મ સ્થાનકે આવી પોત પોતાના આચાર અને મર્યાદા મુજબ સૃતિક કાર્ય કરી, જન્મ મહોત્સવ કરી સ્વસ્થાનકે ગઈ. શઠ ઈદ્રો તથા અનેક દેવ દેવીઓ મેરૂ પર્વત પર પ્રભુને જન્મ મહોત્સવ કરવા આવ્યા.
ઈદ્ર પણ આસનકપથી પ્રભુને જન્મ જાણું તત્કાલ પરિવાર સહિત સૂતિકાગ્રહ પાસે આવ્યા, અને ભગવંત તથા ભગવંતની માતાને ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન સ્તુતિ કરી. ભક્તિ, વશાત જન્મ મહોત્સવ કરવાને ભગવંતને મેરૂ પર્વત ઉપર લઈ જવાને માટે ભગવંતની માતાને અવસ્થાપિની નિંદ્રા આપી, અને તેમની પડખે ભગવંતનું પ્રતિબિંબ મૂકી છેકે પિતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેમણે પ્રભુને ઉપાઠ કરસંપુટમાં રાખ્યા. બીજા રૂપે ભગવંત ઉપર છત્ર ધારણ કર્યું અને એ રૂપે બે પાસે ચામર ઢાળવા લાગ્યા, અને એક રૂપે વજ ઉલાળતા આગળ ચાલવા લાગ્યા. એમ પાંચ વૈક્રિય રૂ૫ કરીને, મેરૂ પર્વતના પાંડુક વનની દક્ષિણ દિશાએ, અતિ પાંડુંકબલા નામની શિલા ઉપર શાશ્વત સિંહાસન છે તેના ઉપર ભગવંતને ઉસંગમાં લઈને ઈદ્ર મહારાજ પુર્વ સન્મુખ બેઠા.
પ્રભુને જન્મમહત્સવ કરવાને બાર દેવ લેકના દસ ઈક, ભુવન પતિના વીશ ઈક, વ્યંતરના સોલ ઈદ્ર, વાણુ વ્યંતરના સોલ ઇંદ્ર, અને ચંદ્ર તથા સૂય એ બે જોતિષીના બે ઈદ્ર, મલી ચોસઠ ઈદ્ર સપરિવાર ત્યાં એકત્ર મળ્યા. એ સડે ઈંદ્ર તથા ઈંદ્રાણીઓ અને સર્વ સામાનીક દે વિગેરે તમામ દેવના મળી એકંદર બસે
20
For Private and Personal Use Only